તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચીમેર ગામે ગેરકાયદે ટેટા ફોડતા બે યુવાનો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમેર ગામે ગેરકાયદે ટેટા ફોડતા બે યુવાનો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસઓજીએ ટ્રેક્ટર, ડિટોનેટર અને ટેટા સહિ‌ત
કુલ ૨૨૦૪૨૦ની મતા સીઝ કરી
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢ તાલુકાના ચીમેર ગામે એક ખાડી પાસેથી તાપી એસઓજી પોલીસે મંગળવારે રાત્રિના સમયે દરોડા પાડી ગેરકાયદે ટાટા ફોડતા બે પરપ્રાંતીય ઈસમની ધરપકડ કરી હતી. આ બનાવમાં ટ્રેક્ટર સહિ‌ત કુલ ૨૨૦૪૨૦નો મુદ્દામાલ સીઝ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
આ અંગે પોલીસ પાસેથી મળેલ વિગત મુજબ સોનગઢનો ચીમેર ગામે આવેલી એક ખાડીના કિનારે કેટલાક ઈસમો પરવાના વિના ટ્રેક્ટર વડે ટેટા ફોડી ખાડી ઉંડી કરવાની કામગીરી કરતાં હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા મંગળવારે રાત્રિના સમયે ચીમેર ગામે દરોડા પાડવામાં આવ્યો હતો.
આ દરોડામાં સ્થળ પરથી પાસ પરવાના વિનાના ઈલેક્ટ્રીક ડિટોનેટર નંગ ૨૮૨ કિંમત ૩૯૪૮ તથા ટેટા નં ૨૪૮ કિંમત ૨૪૮૦ તેમજ ટ્રેક્ટર નં ((આરજે-૦૬આર-૬૬૭)) કિંમત ૨,૦૦,૦૦૦ તતા ટ્રેક્ટર સાથે કમ્પ્રેસર મશીન કિંમત ૧૨૦૦૦, બેટરી નં ૧ કિંમત ૨૦૦૦ મળી કુલે ૨,૨૦,૪૨૦નો મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી.
આ બનાવમાં ધરપકડ કરાયેલા ઉમેશ રામ રાજેન્દ્ર રામચમાર ((હાલ રહે. પીંપળનેર, મૂળ રહે. બિહાર)) તથા જગદીશભાઈ ઉદેરામ ચમાર ((હાલ રહે. પીંપળનેર, મૂળ રહે. ભીલવાડા, રાજસ્થાન))નો સમાવેશ થાય છે. આ બનાવમાં મૂળ રાજસ્થાનને હાલ પીંપળનેર ખાતે રહેતા શંકરભાઈ સોહનલાલ વૈષ્ણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે સોનગઢ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો