- Gujarati News
- કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પ્રભુ વસાવાનું માંડવીમાં સ્વાગત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પ્રભુ વસાવાનું માંડવીમાં સ્વાગત
ભાસ્કર ન્યૂઝ. માંડવી
રાજકીય જગતમાં શરૂ થયેલા ભૂકંપોમાં સુરત જિલ્લામાં એક માત્ર કોંગ્રેસી ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાએ પણ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં પ્રવેશતા જાણે દિ-ાણ ગુજરાતના રાજકારણમાં પણ મોટો ભૂકંપ સર્જાયો હતો. પક્ષપલટા બાદ માંડવીમાં આવેલા પ્રભુભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં રાજીનામું ધરીદીધા બાદ માદરે વતન ફરી રહેલા પ્રભુભાઈ વસાવાના આગમનના સમાચાર સાથે ભાજપ કાર્યકરોએ જાણે ઉજવણીની તૈયારી કરી દીધી હતી. તો વળી નગર તાલુકા જિલ્લાના ઘણા હોદ્દદારો તો ગાંધીનગર સુધી પહોંચી ગયા હતાં. આવા માહોલમાં સુપડી વિસ્તારમાં સમર્થકો સાથે આવી પહોંચેલા પ્રભુભાઈ વસાવાને ફૂલહારથી સન્માનીત કર્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, તાલુકા ભાજપ પ્રમુખ રેસાભાઈ ચૌધરી સહિતના નગર તાલુકા જિલ્લાના અનેક હોદ્દેદારોએ પ્રભુભાઈને આવકાર્યા હતાં. આમ જિલ્લાના કાર્યકરોમાં જાણે ઉત્સાહ આવી ગયો હતો.