તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માંડવીમાં ૮પને નેત્રમણી આરોપણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં ૮પને નેત્રમણી આરોપણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. માંડવી
માંડવીની તેજસ આંખની હોસ્પિટલ દ્વારા કાકરાપાર અણુમથકના સહયોગથી આયોજિત કેમ્પમાં ૩૨પ દર્દીઓની તપાસ કરી હતી. ત્યારબાદ ૮પ વ્યક્તિઓને નેત્રમણી આરોપણ કરવામાં આવ્યું હતું.
માંડવીના દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલમાં બુધવારે તમામ દર્દીઓને ભેટ અર્પણ પ્રસંગે કેએપીપીના તમામ સ્ટાફને હોસ્પિટલના મુખ્ય તબીબ ડો. ઉદયભાઈ ગજીવાલાએ આવકાર્યા હતાં. ચોક્કસ સમય અંતરે મળતી સહાયને બિરદાવી હતી. જ્યારે ટ્રસ્ટી નલીનભાઈ શાહે પણ દાતાઓના સહયોગના સાથે તબીબી ટીમને કર્તવ્ય નિષ્ઠને બિરદાવી હતી.
રંજનબહેને દર્દીઓને ઓપરેશન પછી લેવાની કાળજીની વિસ્તૃત સમાજ આપી હતી. જ્યારે કેએપીપીના સાઈટ ડોયરેક્ટર એલ. કે. જૈને જણાવ્યું કે પોતાની સ્થા દ્વારા અગાઉ આંખને લગતા કેમ્પો થયા હતાં. પરંતુ જ્યારથી તેજસ હોસ્પિટલનું માધ્યમ મળ્યું છે ત્યારે આ સેવાને અતિવેગ મળી ગયો છે. જેમને મફતમાં નેત્રમણી આરોપણ કરાયા હતાં તેવા ૮પ દર્દીઓને થાળી, વાટકી, ગ્લાસ, ચાદર, રૂમાલ જેવી વસ્તુની કીટ આપવામાં આવી હતી. સાથે સાથે તબીબી ટીમને પણ ભેટ આપી સન્માનીત કરાયા હતાં. આ પ્રસંગે કેએપીપીની તબીબી ટીમમાં ડો. જ્યોતિબેહન પુરંદરે, ડો. સંદીપભાઈ ચૌધરી, ડો. લક્ષ્મીબહેન, ડો. દિનેશભાઈ પંડયા તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર લોકેશકુમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો