તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોંગ્રેસના ડેમેજ કંટ્રોલ માટે સહકારી અગ્રણીઓ મેદાનમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના ડેમેજ કંટ્રોલ માટે સહકારી અગ્રણીઓ મેદાનમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના કોંગ્રેસી કાર્યકરો સાથે બંધ બારણે બેઠક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય પ્રભુ વસાવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ પક્ષમાં ડેમેજ કંટ્રોલ માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સહકારી અગ્રણીઓ કોંગ્રેસના ડેમેજ કંટ્રોલ ખાળવા માટે મેદાનમાં આવી ગયાં છે. ગતરોજ વાલોડ તાલુકાના એક સહકારી અગ્રણીએ માંડવીના કેટલાક પ્રભુવસાવાના ટેકેદારો અને કોંગી કાર્યકરો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અનેમાંડવીના ધારાસભ્ય પ્રભુ વસાવા કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ડેમેજ કંટ્રોલ ખાળવા માટે પક્ષના અગ્રણીઓ મેદાનમાં ઉતરી પડયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસી વિચારસરણી ધરાવતાં દક્ષિણ ગુજરાતના કેટલાક સહકારી અગ્રણીઓએ આ ડેમેજ કંટ્રોલ ખાળવા બંધ બારણે બેઠકો યોજવાની શરૂ
કરી છે.
મંગળવારના રોજ મોડી રાત્રે વાલોડ તાલુકાના એક સહકારી અગ્રણી માંડવીના કોંગી કાર્યકરો અને આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને પ્રભુ વસાવા ગાંધીનગરથી પરત ફર્યા બાદ કાર્યકરોમાં જોડતોડની નીતિ નહીં કરે તે માટે પ્રયત્ન શરૂ કર્યા છે. કહેવાય છે કે માંડવી તાલુકાના અનેક કાર્યકરો આ બેઠકમાં હાજર હતાં. તેમણે પ્રભુ વસાવાના નિર્ણય સામે રોષ પ્રગટ કર્યો હતો.
બીજી તરફ આજ સુધી જોડતોડની રાજનીતિમાં સહકારી અગ્રણીઓને છાવરતા ભાજપના નેતાઓ પણ સહકારી અગ્રણીઓના કોંગ્રેસ તરફી વલણને લઈ અસમંજસમાં પડી ગયા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સહકારી અગ્રણીઓ કોંગ્રેસી વિચારસરણી ધરાવે છે, તેમજ તુષાર ચૌધરી સાથે વ્યક્તિગત સંબંધ હોય હાલની પરિસ્થિતિમાં આ અગ્રણીઓ કોંગ્રેસના તૂટતા માળખાને બચાવવા પ્રયત્નો કરી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો