તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાલદા ગામના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલદા ગામના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તરફથી આવતી બસમાંથી તેને વઢવાણીયા ચોકડી પર મુસાફરો દ્વારા ઉતારવામાં આવ્યો હતો
ભાસ્કર ન્યૂઝ. કડોદ
બુધવારના સવારના સમયે માંડવી તરફ જતી બસમાંથી કડોદના વઢવાણીયા ચોકડી પર એક ૩૦ વર્ષીય યુવાનને નાજૂક હાલતમાં ઉતારવામાં આવ્યો હતો. આ યુવાનને સારવાર માટે લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકના મોત અંગે ગુનો નોંધી બારડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
બુધવારે સવારે બારડોલીથી માંડવી તરફ જતી બસમાંથી એક યુવાનને મુસાફરોએ કડોદ ચાર રસ્તા પર ઉતાર્યો હતો. આ યુવાનને ચોકડી પર ઉતાર્યા બાદ તેના શરીરના અંગોનું હલનચલન થતાં ત્યાં ઉપસ્થિત લોકો નજીકમાં જઈ તપાસ કરી હતી અને કડોદ ઓપીના પોલીસકર્મી જગુભાઈને જાણ કરી હતી.
ત્યારબાદ કડોદ પોલીસ યુવાનને સારવાર માટે પીએચસીમાં લઈ ગયા હતાં ત્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનની અંગઝડતી લેતા તેના તેના ખીસ્સામાંથી ચૂંટણી કા‌ર્ડ‌ મળી આવ્યો હતો. જેના આધારે આ યુવાન બાલદા ગામના કંકારી ફળિયાનો રહેવાસી રોહિ‌ત બાલુભાઈ ચૌધરી ((૩૦)) થઈ હતી. રોહિ‌તભાઈ ખેતરમાં દવા છાંટવાની મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
રોહિ‌તના મોટાભાઈએ ં ફરિયાદ આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો