તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વ્યારા કોલેજના વાર્ષિ‌કોત્સવમાં ઈનામ વિતરણ સમારોહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા કોલેજના વાર્ષિ‌કોત્સવમાં ઈનામ વિતરણ સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
વ્યારા કોલેજમાં વાર્ષિ‌કોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન કોલેજ કક્ષાએ કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, એનએસએસ તથા એનસીસીના બેસ્ટ કેડેટસ રમત ગમતના ખેલાડીઓ, રક્તદાન કરનાર વિદ્યાર્થીઓ અને યુનિર્વસિટીની પરીક્ષામાં જુદાજુદા વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદરમઝાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ પ્રસંગે આચાર્ય ડો. હિ‌તેન્દ્રસિંહ ખરવાસીયાએ મહેમાનોને આવકારી કોલેજ વર્ષ દરિમયાન વિદ્યાર્થીઓના સહકારથી જે જે પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેને ટૂંકો ખ્યાલ આપી વિદ્યાર્થીઓને આનંદ અને મનોરંજનની સાથ સમાજ સેવાની ભાવના કેળવી ઉપયોગી બનવા માટે વિનંતી કરી હતી. તાપી જિલ્લા પોલીસઅધિક્ષક જી. વી. બારોટે કોલેજના વિદ્યાર્થી‍ઓની શ્રેષ્ઠ પ્રતિભાના આ પ્રસંગે જે દર્શન થયા એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અતિથિવિશેષ સુરત જિલ્લા ડિસ્ટ્રીક્ટ ઓ. ઓ. બેંકના વાઈસ ચેરમેન અમરસિંહ ઝેડ. ચૌધરીએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારની કોલેજના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિમાં ખુબ જ આગળ વધી શકે છે અને તે માટે વ્યારા કોલેજ એક જીવંત ઉદાહરણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો