તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાબરગામ કોલેજમાં રક્તદાન કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરગામ કોલેજમાં રક્તદાન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરગામ કોલેજમાં રક્તદાન કેમ્પ
બારડોલી કુંભારિયાના દક્ષિણ ગુજરાત શિક્ષણ સમાજ ટ્રસ્ટ સંચાલિત સાબરગામમાં આવેલી અંબાબા કોમ‌ર્સ કોલેજ મણીબા ઈન્સ્ટીટયુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ દેવીબા ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યૂટર એપ્લીકેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં ટ્રસ્ટના પ્રમુખ બળદેવસિંહ મહિ‌ડા તથા ટ્રસ્ટના સભ્ય તનસુખભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સાબરગામ કોલેજ અને સત્યસાઈ સેવા સમિતિના જગુભાઈ પટેલ દ્વારા આયોજિત અને સુરત રક્તદાન રિસર્ચ સેન્ટર સંચાલિત કેમ્પમાં કોલેજના ડાયરેક્ટર નટવરસિંહ મહિ‌ડા, આચાર્ય શિવપ્રસાદ પી. કાપડિયા, આચાર્ય રાજુભાઈ વાંસિયા તથા ડો. પેનલ તરીકે રાજેશભાઈ સોનાણી ઉપસ્થિત રહ્યાં હતાં. કોલેજના કુલ ૬૭ વિદ્યાર્થી‍ઓએ ૬૭ બોટલ રક્તદાન કર્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો