તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તરસાડીથી ૪૦૦ લીટર ભુરુ કેરોસિન ઝડપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાડીથી ૪૦૦ લીટર ભુરુ કેરોસિન ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તરસાડી ગામે બપોરે એક ક્વોલીસ શંકાસ્પદ હાલતમાં જણાતા બારડોલીના નાયબ કલેક્ટર અટકાવી તપાસ કરતાં અંદરથી બે બેરલ ૪પ૦ લીટર ભુરુ કેરોસીન મળી આવ્યું હતું. આ અંગે તાલુકા સેવા સદન લાવી તપાસ કરતાં સુરાલીના સસ્તા અનાજની દુકાનના પરવાનેદારને ત્યાંથી લઈ તરસાડી ગામે લઈ જતા હોવાનું જાણવા મળતાં જથ્થો સીઝ કરી આગળની તપાસ શરૂ કરી હતી. બારડોલી નાયબ કલેક્ટર કે. રાજેશ સોમવારે બપોરના સમયે મહુવા જવા નીકળ્યા હતાં. ત્યારે તરસાડીમાં એક ક્વોલીસ ((જીજે-૧૯ એ -૮૦૧૨)) શંકાસ્પદ જણાતા નાયબ કલેકટરે અટકાવી હતી. તપાસ કરતાં અંદરથી બે બેરલમાં સરકારી ભુરુ કેરોસીન મળી આવ્યું હતું. આથી ક્વોલીસ તાલુકા સેવા સદન પર લાવી તપાસ કરતાં આ ભુરુ કેરોસીન મઢી- સુરાલીના મીનાબહેન રમેશચંદ્ર શાહના સસ્તા અનાજની દુકાનના પરવાનેદારને ત્યાંથી લઈ તરસાડી લઈ જવાતું હોવાનું માલૂમ થયું હતું. આથી ભૂરા કેરોસીનનો ૪૦૦ લીટરનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો