Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એલસીબીએ બે યુવકોનું મોત અકસ્માતથી કહેતા લોકોમાં રોષ
બાબેનના બે યુવકના મોત કેસમાં ધારાસભ્યના ઘરે પહોંચી ન્યાયિક તપાસની માગણી કરતા ગ્રામજનો
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલીના બાબેન ગામના બે યુવાનો વિશાલ રાઠોડ અને જયેશ રાઠોડની બે ફેબ્રુઆરીના રોજ ઈશનપોર ગામે રસ્તાની બાજુમાં ખાડામાંથી લાશ મળી આવી હતી. અને મોટરસાઈકલ ઝાડ સાથે અથડાયેલી હાલમતાં મળી હતી. પરંતુ બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી ગ્રામજનો અને પરિવારજનો બંને યુવાનોની હત્યા કરી હોવાનું અને એક્સીડન્ટમાં ખપાવવાનું તુત ઊભુ કર્યુ હોવાની રજૂઆત કરી હતી.
ત્યારબાદ આ મુદ્દો સાંસદ ડો. તુષાર ચૌધરીએ પણ ઉઠાવ્યો હતો અને જે આધારે સુરત જિલ્લા પોલીસવડા બારડોલી પાસે આવી અન્ય એક ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠલ હોય જેની પૂછપરછ કરી હતી, મૃતક યુવાનોના મિત્રને પણ બોલાવી પૂછતાછ કરી હતી અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. બે યુવાનોના મોતની ઘટનાને ચોવીસ દિવસ પૂર્ણ થયા છે. છતાં તપાસમાં પોલીસ આગળ વધી શકી નથી. આ આધારે બાબેન ગામના સભ્યો તપાસ કરેલ પહોંચી જાણવા એલસીબી પોલીસ મથકે ગયા હતાં. જ્યાં કોઈએ આ એક્સીડન્ટ ગોલાનું અને હત્યા ન હોવાનો જવાબ મળતાં આ હકીકત ગ્રામજનોને માલૂમ થતાં જ ગ્રામજનોમાંરોષ ભભૂકી ઉઠયો હતો અને બાબેન ગામે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના ઘરે ટોળું પહોંચી ગયું હતું.
બારડોલી પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી ગઈ હતી. ગામના સરપંચ ભાવેશ પટેલ પણ આવી લોકલ ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતાં સ્પીકર પર સંભળાવી હતી, જેમાં એલસીબી તરફથી તપાસ ચાલુ હોવાનું જાણવા મળતાં ગ્રામજનો ઘરે પરત ફર્યા હતાં.