તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૪૪ લાખની દવા અમદાવાદને બદલે કઠોદરામાં આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૪૪ લાખની દવા અમદાવાદને બદલે કઠોદરામાં આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રકચાલક સામે આખરે કંપનીના સંચાલકો દ્વારા છેતરપિંડીની ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
ઈન્દોર જિલ્લાના છીપ્રામાં આવેલ એરીસ્ટો ફાર્મસ્ટીકલમાં અલગ અલગ પ્રકારના રોગોની એન્ટીબાયોટીક દવાઓ બનાવવામાં આવે છે. આ કંપનીની ઓફિસ એસઆર કમ્પાઉન્ડ તસુડીયા ઈન્દોરમાં છે. બીજી ઓફિસ ગુજરાતના અમદાવાદમાં અસાલી તુલસી હોટલની સામે છે. ગત ૧૮મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ઓફિસમાં ૪૪૬ નંગ બોક્સ દવા ((રૂ. ૩૪,૦૪,૪૧૭)) એલાઈન્સ લોજિસ્ટ્રીક ટ્રાન્સપો‌ર્ટના ડ્રાઈવર દિલીપ ઘનશ્યામભાઈ ચૌધરી ((રહે. ડેમ્પેલગામ, થાના. ખુેડદ, જિ. ઈન્દોર))એ ભરાવી હતી.
ત્યારબાદ એજન્ટના કહેવાથી ૨૮૧ બોક્સ દવા ((કિંમત ૧૦ લાખ)) સ્પીડેઝ લોજિસ્ટ્રીક ર્કોપોરેશન પ્રા. લિ. કંપનીના મેનેજરના કહેવાથી બોક્સ ભરાવ્યા હતાં. આ દવા અમદાવાદ ઓફિસમાં આપવાની હતી. ગત ૧૯મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૬.૩૦ વાગ્યાના ટ્રાન્સપો‌ર્ટના આઈસર ટેમ્પો ((એમપી-૦૯ જીઈ-૨૮૩૭))માં અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. ૨૦મીના રોજ બપોરના ૧૨.૩૦ કલાકે ડ્રાઈવરે એજન્ટ સાથે ગોધરા પહોંચ્યો હતો. ત્રણ કલાકમાં ટ્રક અમદાવાદ પહોંચી જશે, તેમ જણાવ્યું હતું. ટ્રક ચાલકે અન્ય બે અજાણ્યા એજન્ટોના કહેવા મુજબ દવા અમદાવાદ ઓફિસમાં આપવાની જગ્યાએ કામરેજ તાલુકાના કઠોદરા ખાતે ૪૪ લાખની કિંમતની દવા અન્ય કોઈ ઈસમને આપી દઈ વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે ટ્રાન્સપો‌ર્ટના મેનેજર જયકાંત તિવારીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો