તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટેમ્પોચાલકને લૂંટના પ્રયાસમાં પકડાયેલા એકે વાહનચોરીમાં જેલ ભોગવી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પોચાલકને લૂંટના પ્રયાસમાં પકડાયેલા એકે વાહનચોરીમાં જેલ ભોગવી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
રાજકોટના ગંજીવારી શેરી તેમજ કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ ક્વા‌ર્ટ‌ર્સ ખાતે રહેતા દિનેશભાઈ બાબુભાઈ વાણિયા ૨૨મી ફેબ્રુઆરીના રોજ રાજકોટની સેલ્ફ એજન્સી ખાતેથી ((જીજે-૦૩એઝેડ-૩૩૩૦)) ટેમ્પોમાં ૮૦૦ ડબ્બા તેલ ભરીને ભરૂચ તેમજ વલસાડ ખાતે ડિલિવરી કરવા નીકળ્યા હતાં. રાજકોટના હાઈવે ઉપર ગીરનાર ચોકડી પાસે બે યુવાનોએ મુસાફરના સ્વાંગમાં ટેમ્પોમાં બેસી ગયા હતા.
આ બંને લૂંટારુએ પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં વિજય પેલેસ હોટલ નજીક ટેમ્પો સાઈડમાં ઊભો રાખી બંને જણાને ટેમ્પામાંથી ઉતરી જવા ડ્રાઈવર ઉપર લૂંટના ઈરાદે ચપ્પુથી હુમલો કર્યો હતો. ચાલકે પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં બંને ભાગી છૂટયા હતાં. દરમિયાન પલસાણા પોલીસે ચપ્પુ સાથે રંગે હાથે બંને આરોપીને ઝડપી પાડયા હતાં.
રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું કે પકડાયેલા બંને આરોપી અલાનસિંહ સોલંકી અને ગજેન્દ્રગીરી ગૌસ્વામી રીઢા આરોપી છે. ગજેન્દ્રગીરી રાજકોટ પોલીસના હાથે અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. ચાર મહિ‌ના અગાઉ જ તે જેલમાંથી
છૂટયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો