Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીમાં હોકર્સ ઝોન બનાવાશે
માંડવી પાલિકાનું ૧૮.૩૯ કરોડનું બજેટ મંજૂર
ભાસ્કર ન્યૂઝ. માંડવી
માંડવી પાલિકાની મળેલી ખાસ સામાન્ય સભા પાલિકાના પ્રમુખ જયશ્રીબહેન ચૌધરીની અધ્યક્ષતા મળી હતી. જેમાં નગર વિકાસ સાથે નગરજનોને પૂરતી સુવિધા ઉપરાંત નગરની આગવી ઓળખ સહિતના તમામ કામો સર્વાનુમત્તે મંજૂર થયા હતાં.
માંડવી પાલિકાની સામાન્યસભામાં પાલિકા પ્રમુખ જયશ્રીબહેન ચૌધરીએ રૂપિયા ૧પ૦ લાખના કામોને મંજૂરી આપી હતી. કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ આગામી વર્ષ ૨૦૧૪-૧પ માટેના કુલ રૂપિયા ૧૮.૩૯ કરોડની બજેટના કામોને સભામાં બહાલી માટે મુકાતા સર્વાનુમત્તે મંજૂર કરાયા હતાં. ૧૩માં નાણા પંચની ગ્રાન્ટ યોજનાના રૂપિયા ૧ કરડોના કામો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી-પ૬ અને યુડીપી ૭૮ના કુલ ૧પ૦ લાખમાંથી ગાર્ડન પારો લાયબ્રેરી હોલ બનાવવાનું કામ, હાઈસ્કૂલની પાછળ હોકર્સ ઝોન, અને લિંક રોડ બનાવવાનું કામ તથા વિકેન્દ્રીત જોગવાઈ વર્ષ ૨૦૧૪-૧પ અંગે કુલ રૂપિયા ૨પ લાખના કામો, ટ્રાયબલ સબપ્લાનના ગ્રાન્ટ વર્ષ ૨૦૧૪-૧પ અંગે કુલ રૂપિયા ૨પ લાખના કામો ઉપરાંત આગવી ઓળખ ઊભી કરવા અંગે તાપી રીવર ફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સુપડીથી કચેરી રસ્તાનું વાઈડિંગ કરવા અંગેનું કામ ઉપરાંત ૮ કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવેલ છે.