તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સગરામપુરામાં ટ્રકમાંથી પટકાતા વૃદ્ધનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગરામપુરામાં ટ્રકમાંથી પટકાતા વૃદ્ધનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા ચીખલી તાલુકાના હરણવાવ ગામે કોલાવાળાને ત્યાં શેરડી કાપવાની મજૂરી કામ પતાવી પરત ઘરે જતી વેલાએ સગરામપુરા ગામની સીમમાં ટ્રક પથ્થર પર ચઢી જતાં અંદર બેસેલા વૃદ્ધ ઉછળીને પડી જતા મોત નીપજ્યું હતું. હરણગાવ ગામે ચાલતા અહેસાનભાઈના કોલા પર નંદુરબાર જિલ્લાના મંગરુલ ગામના ૩૪ મજૂરોને શેરડી કાપવાની મજૂરી કામે જતા હતાં. ત્યારબાદ ગત તા.૨૪ને સોમવારના રોજ સણવલ્લા ગામે છેલ્લી કાપણી પતાવી હિ‌સાબ કરી વતનમાંથી ટ્રક મંગાવી રાત્રિના ૧૦.૦૦ વાગ્યે ટ્રક ((જીજે-૧૬વી-૩૩૧૨)) લઈ ૩૪ મજૂરો ઘરે જવા નીકળ્યા હતાં. દરમિયાન વલવાડા થઈ ડોલવણ જતા સગરામપુરા રોડ પર પથ્થર પર ટ્રક ચઢી જતાં ટ્રકમાં બેસેલા વૃદ્ધ ભીમસિંહભાઈ મોતીયાભાઈ વળવી ((૬પ)) ((રહે. મંગરુલ, તા. નંદુરબાર)) ઉછળી નીચે પડી રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હુતં. અકસ્માત અંગે મૃતકના પુત્રએ મહુવા પોલીસને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો