તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આંતરકોલેજ ક્રિકેટના બીઝોનમાં બારડોલી કોલેજની ટીમ ચેમ્પિયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરકોલેજ ક્રિકેટના બીઝોનમાં બારડોલી કોલેજની ટીમ ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલી ખાતે આવેલી પીઆરબી આટ્‌ર્સ એન્ડ પીજીઆર કોમ‌ર્સ કોલેજ અને માંડવીની બી. બી. અવિચળ આટ્‌ર્સ એન્ડ કોમ‌ર્સ કોલેજ વચ્ચે આંતરકોલેજ બીઝોનની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં બારડોલી કોલેજે વિજય પ્રાપ્ત કર્યો હતો.
ફાઈનલ મેચના ઉદ્દઘાટન પ્રસંગે ઉકા તરસાડીયા યુનિવર્સી‍ટીના પ્રોવોસ્ટ ડો. ડી. આર. શાહે અધ્યક્ષસ્થાનેથી કહ્યું કે બંને ટીમના ખેલાડીઓને ખેલદિલીથી મેચ રમી અમ્પાયરના નિર્ણયને માન આપો એ રીતે જીવનની રમતને રમવા જણાવ્યું હતું. આચાર્ય ડો. વિનોદભાઈએ સૌ ખેલાડીઓને ઉત્તમ ખેલ પ્રદર્શન કરી બંને ટીમના ખેલાડીઓને આંતર ઝોન સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ દેખાવ કરો એવી અંતરની શુભેચ્છા આપી હતી.
બારડોલી પાલિકાના કારોબારી સમિતિના યુવા અધ્યક્ષ અને કોલેજના ભૂતપૂર્વ જીએસ આયુષભાઈ પટેલે સ્પર્ધાની શરૂઆત કરી હતી. ફાઈનલ મેચમાં માંડવી કોલેજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં બારડોલી કોલેજના કેપ્ટન વિવેક પટેલે પાંચ ઓવરમાં છ રન આપી પાંચ વિકેટ લીધી હતી અને બ્રિજેશ છાબીયાએ છ ઓવરમાં ૧૧ રન આપી ત્રણ વિકેટ લઈ માંડવી કોલેજને ૬૯ રનમાં ઓલઆઉટ કરી હતી. જવાબમાં મેદાને ઉતારેલી બારડોલી કોલેજની ટીમના મીરલ પટેલે નવ ચોગ્ગા અને એક છગ્ગો મારી વીસ બોલમાં ૪પ રન કરી કોલેજને ફાઈનલમાં ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન થયેલી ટીમને ડો. ભાવિનભાઈ આર. નાયકના હસ્તે ટ્રોફિ એનાયત કરાઈ હતી. કાર્યક્રમનું સચાલન પ્રા.ચિરાગ પી. દેસાઈએ કર્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો