તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અલગઢના મફત નેત્રકેમ્પનો ૧૬૬ દર્દીએ લાભ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલગઢના મફત નેત્રકેમ્પનો ૧૬૬ દર્દીએ લાભ લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
અલગઢ ગામે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ઝુંપડી ટ્રસ્ટ અને નવસારી જિલ્લા અંધત્વ સોસાયટી, નવીસિવિલ હોસ્પિટલ આયોજિત તથા પ્રા. આ. કેન્દ્ર અલગઢના સહયોગતી શનિવારના રોજ દ્રષ્ટ્રિ કાર્યક્રમ અંતર્ગત ૧૬૬ લાભાર્થી દર્દીઓને મફત
નિદાન સારવાર તથા ઓપરેશનના આયોજન અંગેની કામગીરીથી લાભ અપાયો હતો.
અલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં યાજાયેલ નેત્રરોગ નિદાન શિબિરમાં અલગઢ તથા આજુબાજુના ગામોના ૧૬૬ જરૂરિયાત મંદ દર્દીઓને ડો. તુષારભાઈ મહેતાએ મફત તપાસીને ૭૩ આંખના નંબરવાળા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરાયા હતાં. તેમજ ૩૦ જેટલા ઓપરેશનલાયક દર્દીને નવસારીની સિવિલ હોસ્પિટલમાં સર્જરી માટે લઈ જઈ મફત ઓપરેશન કરવાની તજવીજ હાથ ધરવામાં
આવી હતી. આ કાર્યક્રમમાં ઝુપડી ટ્રસ્ટના પ્રમુખ અને ભારત દેશની આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાની એવા મોતીકાકાના અધ્યક્ષપણા હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્યકેન્દ્રની પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં લઈ હાલ સુરત નિવાસી એવા ધરતીબહેન ખંડુભાઈ પટેલ તરફથી ૧૬ લિટર કેપેસીટીવાળું વોટર પ્યુરીફાયર ગરીબ દર્દીઓ માટે કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. બિનેશ ગામીતને જાહેર ઉપયોગ માટે દાન આપવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો