તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહુવા સરકારી શાળામાં કમ્પ્યૂટર છે, શિક્ષકો નથીપેટા: તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત પ૧ પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા સરકારી શાળામાં કમ્પ્યૂટર છે, શિક્ષકો નથીપેટા: તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત પ૧ પ્રાથમિક શાળામાં ધૂળ ખાતા કમ્પ્યૂટર સેટ પેટા : શિક્ષકોના અભાવે કમ્પ્યૂટર સેટનો ઉપયોગ નહીં થતાં કેટલાક બગડી પણ ગયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
મહુવા તાલુકાની સરકારી શાળાઓમાં લાખો રૂપિયાની માતબાર ખર્ચે અધ્યતન સુવિધા યુક્ત કમ્પ્યૂટર લેબ શરૂ કરવામાં આવી છે, પરંતુ કમ્પ્યૂટર શિક્ષકોના અભાવે મોટે ભાગની શાળામાં કમ્પ્યૂટર ધૂળ ખાઈ રહ્યાં છે. તો ઘણી શાળાઓમાં કમ્પ્યૂટર સેટ બગડી પણ ગયા છે. ત્યારે આ પરથી ચોકક્સ કહી શકાય છે કે ટેકનોલોજી ક્ષેત્રે મહુવા તાલુકાના બાળકોની આવતીકાલ ઉજળી નથી.
મળતી માહિ‌તી અનુસાર ૨૧મી સદીમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનોલોજીની બોલબાલ વાળા યુગમાં નાના નાના બાળકો પાછળ ન પડે તે માટે ૨૦૧૧ની શાળામાં મહુવા તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત ૧૪૧ પ્રાથમિક શાળામાંથી ધોરણ ૬થી ૮ના વર્ગો ચાલતા હોય તેવી પ૧ પ્રાથમિક શાળામાં લાખોના માતબાર ખર્ચે કમ્પ્યૂટર લેબ શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ એક વર્ષ સુધી જે તે કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ થી ૮માં અભ્યાસ કરતાં બાળકોને કમ્પ્યૂટરનું શિક્ષણ આપ્યું હતું. ત્યારબાદ એજન્સી દ્વારા જે તે શાળાના શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ આપી હતી અને ધોરણ ૬થી ૮ના દરેક શિક્ષકોને અઠવાડિયામાં બે દિવસ બાળકોને કમ્પ્યૂટર શિખવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સરકારનો આ નાના બાળકોને કમ્પ્યૂટર શિક્ષણ આપવાના હેતુનું બાળમરણ થયું હોય તેમ લાગી રહ્યું છે. મહુવા તાલુકાની મોટા ભાગની પ્રાથમિક શાળાના કમ્પ્યૂટર સેટ ધૂળ ખાઈ રહ્યાં છે. જે ઘણા સમયથી આજદિન સુધી એક પણ વખત ચાલુ કરવામાં આવ્યા નથી. વળી ઘણી શાળાઓમાં તો પડયા પડયા ઉપયોગ થયા વિના જ બગડી ગયા છે. વળી ઘણી શાળામાંથી તો આ કમ્પ્યૂટર સેટ ચોરાઈ પણ ગયા છે.
લાખો રૂપિયા સરકારના હાલ પાણીમાં ડૂબી ગયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તંત્ર આ ગંભીર બાબત ધ્યાને લઈ તમામ શાળાના કોમ્પ્યૂટર સેટ ઉપયોગ વિહોણા બને તે પહેલા સરકારી શાળાના બાળકો રેગ્યુલર કમ્પ્યૂટર શિક્ષણ મેળવતા થાય તેવી કાર્યવાહી હાથ ધરે એ જ સમયની માગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો