• Gujarati News
  • કોસંબા મર્કન્ટાઈલની ચૂંટણીમાં એક ડિરેક્ટરનું ૃચ્ ’ફોર્મ રદ્

કોસંબા મર્કન્ટાઈલની ચૂંટણીમાં એક ડિરેક્ટરનું ૃચ્/’ફોર્મ રદ્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કોસંબા
માંગરોળ તાલુકાની કોસંબા મર્કન્ટાઈલની ચૂંટણી આ વખતે સદંતર નીરસ સાબિત થઈ રહી છે. અગાઉની ચૂંટણીમાં સહકારી અને રાજકીય માહોલ ગરમાતું હતું. પરંતુ ચાલુ વર્ષની ચૂંટણી દરમિયાન બે પેનલો પણ શક્ય ન બનતા ચૂંટણી નીરસ બની છે. ૧પ - ૧પ ઉમેદવારો બે પેનલમાં સામસામે ચૂંટણી લડતાં હતાં. પરંતુ આ વર્ષે બે ડિરેક્ટર અગાઉથી જ બિનહરીફ થઈ ગયા છે.
પૂરતા ઉમેદવારીપત્રો ન ભરાતા ચૂંટણી નિરસ રહે તેવી શક્યતા છે.૩૦ વર્ષથી માંગરોળ તાલુકામાં રાજકીય અને સહકારી જંગનું કેન્દ્ર બનતી કોસંબા મર્કન્ટાઈલ બેંકની ૨૩મીના રોજ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાવાના અંતિમ દિવસે ૨૪ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. તે સમયથી જ ચૂંટણીમાં કોઈ ઉત્સાહ રહ્યો ન હતો. ફોર્મ ચકાસણી દરમિયાન વર્તમાન ૧ ડિરેક્ટર સુરેશ મોદીનું ફોર્મ ભૂલ ભરેલું હોય જેથી રદ્દ થયું હતું જેથી ચૂંટણીમાં હવે ૨૩ ફોર્મ બાકી રહ્યાં છે.વર્તમાન સમયે ચૂંટણીમાં કોઈ રસ નથી. એવું ફલિત થઈ રહ્યું છે.