• Gujarati News
  • કાકરાપારમાં હોસ્પિટલમાં મશીનની ચોરીના કેસમાં ઢીલી તપાસથી રોષ

કાકરાપારમાં હોસ્પિટલમાં મશીનની ચોરીના કેસમાં ઢીલી તપાસથી રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
કાકરાપાર પોલીસ મથકની હદમાં આવેલી હોમીયોપેથીક હોસ્પિટલમાં આઈસીયુ રૂમમાં મુકવામાં આવેલું ૪૭૦૦૦નું ઈસીજી મશીન ચોરાઈ ગયું હતું. આ અંગે ગત ૧ નવેમ્બરે કાકરાપરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઘટના ૨૦ દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા અત્યંત ઢીલી તપાસ હાથ ધરતાં માત્ર કાગળો પર જ તપાસ હાથ રાખતા ગુનો ઉકેલી શકાયો નથી આથી પ્રજાજનોમાં રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસવડા જી. વી. બારોટ આ બાબતે ગંભીરતા દાખવ કાકરાપાર પોલીસ તંત્રને સજાગ બનાવે એવી માગ કરાઈ છે.
કાકરાપાર પોલીસ મથક પાસે નાનકડા વિસ્તાર હોવાથી ત્યાં ગુનાઓ ઓછા બને છે. માંડ એક મહિ‌નામાં એકાદ મોટા ગુનાઓ બની જતાં હોય છે. વ્યારા નગર નજીક કાકરાપાર પોલીસ મથકની હદમાં કાળીદાસ હોમીયોપેથિક હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દર્દીઓની સારવાર માટે મુકવામાં આવેલું બીપીએલ કંપનીનું મોડલ નં ૬૨૦૮નું ઈસીજી મશીન ગત ૨પ ઓક્ટોબરથી તા.૨૮ ઓક્ટોબર દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રૂમ નજીક મુકવામાં આવેલી ચાવી વડે આ રૂમનો દરવાજો ખોલી ચોરી કરી ગયો હતો.
આ ૪૭૦૦૦ની ઈસીજી મશીનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતાં આ ઘટના અંગે ૧ નવેમ્બરના રોજ હોસ્પિટલના ન‌ર્સ તરીકે ફરજ બજાવતી મહિ‌લા કોકીલાબહેન ગામીતે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને ૨૦ દિવસ વિતવા છતાં કાકરાપાર પોસઈ એમ. જી સાઈ તપાસમાં કોઈ સફળતા મેળવી શક્યા નથી. માત્ર કાગળો પર કેસ ચલાવ્યા કરતાં જેને લઈ તપાસમાં કોઈ મહત્વ ની કડી પણ ન મેળવી શકતા ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
તાપી જિલ્લા પોલીસવડા જી. વી. બારોટ દ્વારા કાકરાપાર પોલીસ મથક બાબતે ગંભીરતા દાખવી ત્યાં નોંધાયેલ ગુનાઓ પર અધિકારીઓ પાસે ધ્યાન અપાવે એ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાકરાપાર પોલીસ તંત્ર દ્વારા માત્ર હાઈવે પર ઊભા રહી રેતી અને માટીની ટ્રકો પર ધ્યાન આપી રહ્યાની ચર્ચા ઉઠી રહી છે.