• Gujarati News
  • ટેન્કરની ટક્કરે સાઇકલસવાર તરુણનું મોત

ટેન્કરની ટક્કરે સાઇકલસવાર તરુણનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બારડોલી
કડોદરા ખાતે વરેલીગામે અંબિકા કાંટાની બાજુમાં સાંઇરામ બિલ્ડિંગમાં રહેતા ભીખારામ સતાજીભાઇ ચૌધરી((ઉ.વ.૧૬)) અને બાબુલાલ ભગાવજી ચૌધરી((ઉ.વ.૧૬)) સોમવારે રાત્રે ૧૧.૧૦ વાગ્યા દરમિયાન કડોદરા-સુરત નેશનલ હાઇવે નં. ૬ પર સાઇકલ પર બેસી ઘરે પરત ફરી રહ્યા હતાં. ત્યારે પાછળથી એક અજાણ્યો ટેન્કર ચાલક પૂરપાટ હંકારી આવી સાઇકલને અડફટમાં લેતાં અકસ્માત સર્જા‍યો હતો. અકસ્માતમાં બાબુલાલને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ભીખારામને વધતી ઓછી ઇજા થતાં તાત્ત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અજાણ્યા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ કડોદરા જીઆઇડી પોલીસે હાથ ધરી છે. આ બનાવને પગલે ગામમાં ગમગીની ફેલાઈ છે.