• Gujarati News
  • શ્રી રંગ અવધૂત બાપાની જયંતી ધૂમધામથી ઉજવાઈ

શ્રી રંગ અવધૂત બાપાની જયંતી ધૂમધામથી ઉજવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારતક સુદ નોમના રોજ નારેશ્વરના નાથ એવા રંગ અવધૂત મહારાજની જયંતીની ઉજવણી સુરત જિલ્લામાં અનેક જગ્યાએ ધામધૂમથી કરવામાં આવી હતી. જ્યારે બારડોલી કડોદ રોડ પર આવેલ રંગ અવધૂત મંદિરમાં પણ સવારથી પૂજા અર્ચના અને ધાર્મિ‌ક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં. દિવસ દરમિયાન દત્તાબાવનીના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અવધૂત મહારાજને મહાપ્રસાદીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અવધૂત મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બારડોલીના સર્વોદય સોસાયટી ખાતે આવેલ દત્ત મંદિરમાં પણ દિવસ દરમિયાન મોટી ભીડ જોવા મળી હતી. તસવીર ભાવિક પંચાલ