• Gujarati News
  • પંચાયતનો સભ્ય ૩૨ હજારના દારૂ સાથે ઝબ્બે

પંચાયતનો સભ્ય ૩૨ હજારના દારૂ સાથે ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
મહુવા તાલુકાના ભગવાનપુરા ગામની સીમમાં પોલીસે ઘાણી ગ્રામ પંચાયતના સભ્યને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. જ્યારે મારૂતિ કાર મુકી ફરાર થનાર ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં. મહુવા પોલીસે વિદેશી દારૂ અને બે કાર મળી કુલે ૨,૨૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
તારીખ ૧૦મી નવેમ્બર ૨૦૧૩ને રવિવારના રોજ મહુવા પોલીસને બાતમી મળી હતી ક ભગવાનપુરા ગામેથી વિદેશી દારૂ ભરી ટાટા સુમો અને મારૂતિ ફન્ટી કાર પસાર થઈ રહી છે. જે બાતમી આધારે મહુવા પોસી આર. એલ. પારગી અને સ્ટાફ દ્વારા વાંસકૂઈ નહેર પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી તે દરમિયાન બપોરે ૧.૪પ વાગ્યે એક ટાટા સુમો ((જીજે -૧૯એ-૧પપ૧))ને અટકાવતાં ચાલક નરેશ સોમા હળપતિ ((રહે. ઘાણી, ડુંગરી ફળિયું વ્યારા))ને ભગાવા જતાં પકડી પાડયો હતો. ટાટા સુમોમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો.
મહુવા પોલીસે ટાટા સુમોનો કબજો લઈ નરેશ હળપતિને લઈ ભગવાનપુરા જતા મારૂતિ ફનટી કાર ((જીજે-પએઆર-૮૭૯૧))માં વિદેશી દારૂનો જથ્થો ભરનાર ૪ શખ્સો પોલીસને જોઈ ભાગી ગયા હતાં. મહુવા પોલીસે બે કાર માંથી વિદેશી દારૂની બોટલ પ૪૭ બોટલ ૩૨૮૦૦નો વિદેશી દારૂ બંને વાહનો મળી કુલે ૨,૨૭,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે બુટલેગર નરેશ હળપતિની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂ સપ્લાયર વિજયસિંહ નારણસિંહ રાજપૂત ((રહે. કોદાદા, મહુવા)) શંકરસિંહ ભવરસિંહ રાઠોડ ((રહે. બારતાડ, મહુવા)) કૈલાશ માધવજી તૈલી ((રહે. ડુંગરી, કુકરબેડા, મહુવા)) અને અરવિંદભાઈ બચુભાઈ નાયકા ((રહે. અલગઢ, તા.મહુવા))ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોસઈ આર. એલ. પારગીએ આદરી છે.