• Gujarati News
  • કડોદરામાં વાહનની ટક્કરે બાઇકસવારનું કરુણ મોત

કડોદરામાં વાહનની ટક્કરે બાઇકસવારનું કરુણ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
પલસાણા તાલુકાના કડોદરા ખાતે નેશનલ હાઇવે નંબર ૮ ઉપર એક અજાણ્યા વાહનચાલકે મૂળ નવસારીના કબીલપોરના અને હાલ પુણા સુરત ખાતે રહેતા યુવાનની મોટર સાઇકલને અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનુ મોત નીપજયુ હતું.
આ અંગે પોલીસ સૂત્રો પાસે મળતી માહિ‌તિ અનુસાર મૂળ નવસારીના કબીલપોર ખાતે રહેતા અને હાલ સુરત શહેરના પુણા ખાતે આશા નગર ખાતે રહેતા ઠાકોરભાઇ મનુભાઇ પટેલ((ઉ.વ. ૪૬)) વરેલી ગા‌ર્ડ‌ન મિલમા નોકરી કરતા હતા. ઠાકોરભાઇ હાલ રજા હોવાથી પોતાની મોટર સાઇકલ ((નં. જીજે ૨૧ એફ ૮૬૨૬)) લઇ શુક્રવારના રોજ કબીલપોર ખાતે ગયા હતા. ત્યાથી પુણા ગામ પરત ફરતા હતા ત્યારે પલસાણા તાલુકા ના કડોદરા તરફ નેહા. નં ૮ ઉપર દીપક પેટ્રોલ પંપની સામેથી પસાર થતા હતા ત્યારે સાંજ ના પ.૪પ કલાકે કોઇ અજાણ્યા વાહને ઠાકોરભાઇની મોટરસાઇકલને અડફેટ લેતા સર્જા‍યેલા અકસ્માતમા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ઠાકોરભાઈને સારવાર માટે સુરત લઇ જતા હતા ત્યારે ઠાકોરભાઇનુ રસ્તામાં જ મોત નીપજયુ હતું. આ બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.