• Gujarati News
  • અંત્રોલીની ત્રણ સમસ્યા મુદ્દે પંચાયતની સભામાં ઠરાવ

અંત્રોલીની ત્રણ સમસ્યા મુદ્દે પંચાયતની સભામાં ઠરાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠરાવની નકલ જિલ્લા કલેક્ટરને મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
દિવાળી પહેલા પલસાણા તાલુકાના અંત્રોલી ગામ ખાતે ગ્રામપંચાયત કચેરીની મુલાકાત માટે પહોંચેલા જિલ્લા કલેક્ટરને ગામના સરપંચ અને ડે.સરપંચ દ્વારા ગામની ત્રણ મુખ્ય સમસ્યા અંગે અવગત કરાયા હતાં.
તે સમયે જિલ્લા કલેક્ટરે આ સમસ્યા અંગે ગ્રામપંચાયતની સભામાં ઠરાવ કરી કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાની સૂચના આપી હતી. જેના અનુસંધાનમાં ડૂબાઉ પુલ, સર્વિ‌સ રોડ અને ગ્રામપંચાયત ઘરના નવીનીકરણ અંગેના ઠરાવો કરી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને મોકલી આપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિ‌તી મુજબ જિલ્લા કલેક્ટર શિવહરે પલસાણા તાલુકાના અંત્રોલી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગામના સરપંચ મનીષાબહેન સોલંકી અને ડે.સરપંચ દેવેન્દ્રસિંહ બારડ સાથે ગામના વિકાસ અને સમસ્યા અંગે કલેક્ટરે ચર્ચા વિચારણા કરતાં ઉપસરપંચ દેવેન્દ્રસિંહ બારડે અંત્રોલી ગામને અને તાલુકા તાલુકાના ઓવિયાણ ગામ વચ્ચે આવેલ ખાડીના પુલને ઉંચો કરવાની માંગ કરી હતી. સાથે સાથે હાલમાં સુરત કડોદરા વચ્ચેના રોડના નવીનીકરણ ચાલી રહ્યું છે તે દરમિયાન ગ્રામ પંચાયતનું મકાન પણ રોડની નજીક આવી જતું હોય અને આ મકાન જૂનું હોવાથી નવા મકાન માટે ગ્રાન્ટ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સુરત જિલ્લા કલેક્ટરને અંત્રોલી ગામ નજીક બની રહેલા રોડના સર્વિ‌સ રોડ બનવાથી મુખ્ય ગામના જોડતા રસ્તામાં અગવડ ઊભી થવાની છે. જે ધ્યાનમાં લઈ સર્વિ‌સરોડની ડિઝાઈન અંગે યોગ્ય નિર્ણય લેવાય તે માટેની રજૂઆત કરી હતી. આ તમામ રજૂઆતો સાંભળી સુરત જિલ્લા કલેક્ટર આ બાબતે ગ્રામ પંચાયતની મિટિંગમાં ચર્ચા કરી ઠરાવ કરી ઠરાવની નકલ જિલ્લા કચેરી ખાતે કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાની સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના મુજબ ગ્રામ પંચાયતમાં તમામ ઠરાવો કરવામાં આવ્યા છે અને તેની નકલ મામલતદાર કચેરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.