તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારડોલી : મહુવા તાલુકાના ઉમરા ગામે રહેતા મનુભાઈ ભાણાભાઈ પટેલ ((ઉ.વ.૩૦)) મોટરસાઈકલ નં ((જીજે ૧૯ એન ૩પ૩

બારડોલી : મહુવા તાલુકાના ઉમરા ગામે રહેતા મનુભાઈ ભાણાભાઈ પટેલ ((ઉ.વ.૩૦)) મોટરસાઈકલ નં ((જીજે-૧૯ એન-૩પ૩૬)) લઈ ફળિયામાં મિત્ર અમૃતભાઈ ઝેલાભાઈ પટેલ ((ઉ.વ.૪૦)) સાથે દિવાળી પર્વ હોવાથી ગામની દૂધ ડેરી પર દૂધ લેવા સાંજના સમયે નીકળ્યા હતાં. ડેરી પરથી દૂધ લઈ ૭.૦૦ વાગ્યે ઘરે ફરતાં હતાં. તે વેળાએ ગામની સીમમાં જ સામેથી આવતી એક મોટરસાઈકલ નંબર ((જીજે-૧૯ એન-પ૩૭૩)) પર સવાર ચાર યુવાનો પૂર ઝડપે હંકારી આવી બંને યુવાનોની મોટરસાઈકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જા‍યો હતો. બંને યુવાનોના શરીરે ગંભીર ઈજા થઈ હતી. મનુભાઈ પોલીસને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અમૃત પટેલને નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બંને યુવાનોના મોત નીપજ્યા હતાં.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટા: દિવાળીનો પર્વ હોવાથી ગામના બે યુવાનો દૂધ લઈ પરત ફરતાં હતાં

ભાસ્કર ન્યૂઝ. બારડોલી

મહુવા તાલુકાના ઉમરકા ગામની સીમમાં દિવાળીના દિવસે ગામના જ બે યુવાનોની મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જા‍તા બંને યુવાનોને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મોડી રાત્રે બંને યુવાનોના મોત નીપજ્યા હતાં.

મહુવા તાલુકાના ઉમરા ગામે રહેતા મનુભાઈ ભાણાભાઈ પટેલ ((ઉ.વ.૩૦)) મોટરસાઈકલ નં ((જીજે-૧૯ એન-૩પ૩૬)) લઈ ફળિયામાં મિત્ર અમૃતભાઈ ઝેલાભાઈ પટેલ ((ઉ.વ.૪૦)) સાથે દિવાળી પર્વ હોવાથી ગામની દૂધ ડેરી પર દૂધ લેવા સાંજના સમયે નીકળ્યા હતાં. ડેરી પરથી દૂધ લઈ ૭.૦૦ વાગ્યે ઘરે ફરતાં હતાં.

તે વેળાએ ગામની સીમમાં જ સામેથી આવતી એક મોટરસાઈકલ નંબર ((જીજે-૧૯ એન-પ૩૭૩)) પર સવાર ચાર યુવાનો પૂર ઝડપે હંકારી આવી બંને યુવાનોની મોટરસાઈકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જા‍યો હતો. બંને યુવાનોના શરીરે ગંભીર ઈજા થઈ હતી. મનુભાઈ પોલીસને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અમૃત પટેલને નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતાં.

મહુવા પોલીસે ઉમરા ગામના વિરેન્દ્ર મોહનભાઈ પટેલે ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.