તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહુવરિયા ગામે કૂવામાંથી દીપડીને બહાર કાઢવા માટે સવારે ૮ કલાકની આસપાસ વનવિભાગ, ગ્રામજનો અને એનિમ

મહુવરિયા ગામે કૂવામાંથી દીપડીને બહાર કાઢવા માટે સવારે ૮ કલાકની આસપાસ વનવિભાગ, ગ્રામજનો અને એનિમલ વેલ્ફેરની ટીમ દ્વારા સીડી મૂકી પ્રયાસ હાથ ધરાયા હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે જહેમતે દીપડીને બહાર તો કઢાઈ...
દીપડી કૂવામાં પડયા અંગેની જાણ થતાં જ મહુવા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગની ટીમ દ્વારા સીડીનો ઉપયોગ કરી બે કલાકની જહેમત ઉઠાવી દીપડીને કૂવાની બહાર કાઢી હતી. ત્યારબાદ દીપડી પાંજરે ન પૂરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. જેથી વનવિભાગને પાંજરુ મુકી દીપડી પાંજરે પુરવા જણાવતાં વનવિભાગ દ્વારા કૂવા નજીક પાંજરુ ગોઠવી દીપડી પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.
આનંદભાઈ એમ. ચૌધરી, સરપંચ, મહુવરિયા