તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનતેરસના દિવસે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે ફેક્ટરીના પિલાણ કાર્યનો પ્રારંભૃચ્ ’

ધનતેરસના દિવસે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે ફેક્ટરીના પિલાણ કાર્યનો પ્રારંભૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
એશિયામાં નંબર વન ગણાતી બાબેન સુગર ફેક્ટરીનો વર્ષ ૨૦૧૩-૧૪ના પિલાણ માટે ધનતેરસના દિવસે પ્રમુખ રમણભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ૧૭.પ૦ લાખ મે.ટન પિલાણના લક્ષ્યાંક સાથે ફેક્ટરીને ચાલુ કરાઈ હતી.
શુક્રવારના વહેલી સવારે બારોડલીના બાબેન ખાતે આવેલી શ્રી ખેડૂત ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ.ની વર્ષ ૨૦૧૩-૧૪ પિલાણ સિઝનનો શુભારંભ ધનતેરસના પવિત્ર દિવસે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમણભાઈ સુખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કશ્યપભાઈ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ તથા ડિરેક્ટરોની હાજરીમાં નવી પિલાણ સિઝન માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ બો‌ર્ડ‌ ઓફ ડિરેક્ટરોના હસ્તે શેરડીના ભારા પ્લાન્ટમાં નાખી સુગર ચાલુ કરવામાં આવી હતી. પ્રમુખે આ સિઝનમાં ૧૭.પ૦ લાખ મે.ટન પિલાણનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. વાહતુકના બળદગાડા, ટ્રકો, ટ્રેક્ટરો તેમજ મજૂરોનો પૂરો બંદોબસ્ત થઈ ગયો હોવાનું તેમજ બળેલી શેરડી સંસ્થા માટે ચિંતાજનક બાબત છે. કારણ રિકવરી પર સીધી અસર થતી હોય છે. પરિણામે શેરડીના ભાવ પર માર પડે છે. જેથી કરી ખેડૂતો પણ બળેલી શેરડી બને ત્યાં સુધી ઓછી આવે એવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.