તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વ્યારાની હોસ્પિટલમાંથી ઈસીજી મશીનની ચોરી

વ્યારાની હોસ્પિટલમાંથી ઈસીજી મશીનની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
વ્યારા નગરના કાકરાપાર પોલીસ મથકમાં આવેલ હોમીયોપેથીક હોસ્પિટલમાં આઈસીયુ રૂમમાં મુકવામાં આવેલું ઈસીજી મશીન ગત ૨પથી ૨૮ ઓક્ટોબર દરમિયાન કોઈ જાણભેદુ ઈસમ દ્વારા ચોરી કરી જતાં જે ઘટના અંગે આજરોજ સ્ટાફને જાણ થઈ હતી. આથી સ્ટાફે કાકરાપાર પોલીસ મથકે ૪૭૦૦૦ના ઈસીજી મશીનની ચોરીની ફરિયાદ નોધાવી હતી. જોકે, કાકરાપાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ કેટલા દિવસમાં ગુનો ઉકેલે તેવે જોવું રહ્યું.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા નગર ખાતે આવેલ કાલીદાસ હોમીયોપેથીક હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દર્દીઓની સારવાર માટે મુકવામાં આવેલ બીપીએલ કંપનીનું મોડલ નં ૬૨૦૮નું ઈસીજી મશીન ગત ૨પ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચાવી વડે રૂમનો દરવાજો ખોલી અંદર મુકેલ મશીન કિંમત ૪૭,પ૦૦નું ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. ત્યારબાદ રૂમ બંધ કરી દેવાયો હતો. ગત રોજ આ હોસ્પિટલમાં ન‌ર્સ તરીકે ફરજ બજાવતી કોકીલાબેહન ગામીત કામકાજ અર્થે આ રૂમને ખોલી ઈસીજી મશીન સ્થળ પર ન મળી આવતાં ઘટના અંગે કાકરાપાર પોલીસમાં આજરોજ મશીન ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને પગલે ચકચાર મચી હતી.