તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કડોદ હાઈસ્કૂલની હોસ્ટેલમાં ચોરી

કડોદ હાઈસ્કૂલની હોસ્ટેલમાં ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ હાઈસ્કૂલની હોસ્ટેલમાં ચોરી
કડોદ : બારડોલી તાલુકાના કડોદ ગામે આવેલ કડોદ હાઈસ્કૂલમાં વેકેશન દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો હોસ્ટેલના બંધ ૪થી પ રૂમના દરવાજાના તાળા તોડી વિદ્યાર્થીઓની બેગ ખોલી સામાનની ચોરી કરી વેરવિખેર કરી ગયા હતાં. બારડોલીના કડોદ ખાતે આવેલ કડોદ હાઈસ્કૂલ સ્થિત હોસ્ટેલમાં વેકેશન દરમિયાન વિદ્યાર્થીઅ પોતાના ઘરે ગયા હોય. અને હોસ્ટેલના ગૃહપતિ સંજયભાઈ ૩૦મીના રોજ સાંજે પોતાના ઘરે ગયા હતાં. અને ૩૧મીના રોજ બપોરે ઘરેથી પરત હોસ્ટેલ આવ્યા હતાં. તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ હોસ્ટેલના પથી ૭ રૂમોના તાળા તોડયા હતાં. જે પૈકી બે રૂમોના દરવાજાના પાટીયા તોડી રૂમમાં પ્રવેશ્યા હતાં. રૂમમાં પ્રવેશી તસ્કરોએ વિદ્યાર્થીઓની મુકેલી સૂટકેસ અને બેગોને ખોલી વિદ્યાર્થીનો સામાન વેરવિખેર કરી ગયા હતાં. આ ઘટનામાં કેટલાની મત્તાની ચોરી થઈ છે તે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા બાદ જ ખબર પડશે. અંગે ૩૧મીના રોજ હોસ્ટેલના ગૃહપતિ સંજયભાઈએ ફરિયાદ આપી હતી.