તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારડોલી સુગર ફેક્ટરીની પિલાણ સિઝનની શરૂઆત પૂજાઅર્ચના કરી પિલાણનો આરંભ કરવામાં આવ્યો હતો અને શે

બારડોલી સુગર ફેક્ટરીની પિલાણ સિઝનની શરૂઆત પૂજાઅર્ચના કરી પિલાણનો આરંભ કરવામાં આવ્યો હતો અને શેરડી વાહતુક કરતાં બળદોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તસવીર રાજુ પટેલૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
એશિયામાં નંબર વન ગણાતી બારડોલીની બાબેન સુગર ફેક્ટરીનો વર્ષ ૨૦૧૩-૧૪ના પિલાણ માટે ધનતેરસના દિવસે પ્રમુખ રમણભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ૧૭.પ૦ લાખ મે.ટન પિલાણના લક્ષ્યાંક સાથે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે ફેક્ટરીને ચાલુ કરવામાં આવી હતી.
શુક્રવારના વહેલી સવારે બારોડલીના બાબેન ખાતે આવેલી શ્રી ખેડૂત ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ.ની વર્ષ ૨૦૧૩-૧૪ પિલાણ સિઝનનો શુભારંભ ધનતેરસના પવિત્ર દિવસે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમણભાઈ સુખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કશ્યપભાઈ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ તથા ડિરેક્ટરોની હાજરીમાં નવી પિલાણ સિઝન માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ત્યારબાદ બો‌ર્ડ‌ ઓફ ડિરેક્ટરોના હસ્તે શેરડીના ભારા પ્લાન્ટમાં નાખી સુગર ચાલુ કરવામાં આવી હતી. પ્રમુખે આ સિઝનમાં ૧૭.પ૦ લાખ મે.ટન પિલાણનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું.
વાહતુકના બળદગાડા, ટ્રકો, ટ્રેક્ટરો તેમજ મજૂરોનો પૂરો બંદોબસ્ત થઈ ગયો હોવાનું તેમજ બળેલી શેરડી સંસ્થા માટે ચિંતાજનક બાબત છે. કારણ રિકવરી પર સીધી અસર થતી હોય છે. પરિણામે શેરડીના ભાવ પર માર પડે છે. જેથી કરી ખેડૂતો પણ બળેલી શેરડી બને ત્યાં સુધી ઓછી આવે એવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, તાલુકાના અગ્રણી ખેડૂતો અને સંસ્થાના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.