તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૩૧ હજારના દારૂ સાથે બે ઝબ્બે

૩૧ હજારના દારૂ સાથે બે ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના સૂપાથી દારૂ લાવીને પલસાણા લઈ જવાતી હતી

ભાસ્કર ન્યૂઝ. બારડોલી

બારડોલીના સરભોણ ચાર રસ્તા પર સવારે પરીશ્રમ પાર્ક નજીક જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે એક રિક્ષામાંથી ૩૧ હજારનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમને રંગે હાથે ઝડપી પાડયા હતાં. જ્યારે બે ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ બારડોલી સરભોણ ચોકડી પર પરીશ્રમ પાર્ક નજીક નેહા નં ૬ પર સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે સવારે વોચ ગોઠવી હતી. ૧૧.૩૦ વાગ્યે એક રિક્ષા નંબર ((જીજે-પટીટી-૧૬૪પ)) આવતાં અટકાવી અંદર તપાસ કરતાં અલગ અલગ બ્રાંડની વ્હીસ્કી અને બિયરની કુલ ૩૮૪ બોટલ મળી આવી હતી. જે વગર પાસ પરમીટે નવસારીના સુપાથી ભરી લાવી પલસાણાના ગોટીયા ગામે લઈ જતાં હતાં.

પોલીસે રિ-ાા સવાર તૈફીક શબ્બર શેખ ((રહે. રંગ ઉપવન, તલાવડી, બારડોલી)) અને એજાજ મુસ્તાક શેખ ((રહે તલાવીડ, ઉતરતી, બારડોલી)) ને રંગે હાથે ઝડપી પાડયા હતાં. દારૂની હેરાફેરીમાં બારડોલી પોલીસે રિ-ાાની કિંમત ૩૦,૦૦૦ બે મોબાઈલની કિંમત ૧૦૦૦ અને ૩૧૨૦૦ રૂપિયાનો દારૂ મળી કુલ ૬૨,૨૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

આ બંને ખેપિયા સુપા ગામેથી જયેશભાઈ માલીના ઘરેથી ભરી ગોટીયા ગામના સુરેશભાઈને લઈ જતા હોવાનું જણાવ્યું હતું. જેથી વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કરી ચારે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.