તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહુવા તાલુકામાં પાંચ માર્ગ માટે ~ ૬૭.પ૦ કરોડ મંજૂર

મહુવા તાલુકામાં પાંચ માર્ગ માટે ~ ૬૭.પ૦ કરોડ મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
મહુવા તાલુકાની જનતાની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા તાલુકાથી તાલુકાને અને સ્ટન્ડ‌ર્ડ‌ ટુ લેઈન ૬૭પ૦ લાખ રૂપિયાના માર્ગો મંજૂર કરાયા છે.
મહુવાના ગામોના આંતરિક માર્ગો અને સ્ટેટ હાઈવે બિસમાર બનતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. તાલુકાની જનતાએ રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી. આથી માજી સાંસદ માનસિંહ પટેલ સહિ‌ત આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રીને માર્ગોના નવીનીકરણની મંજૂરી માટે લેખિત રજૂઆત કરતાં તેમના દ્વારા મંજૂરીની મહોર લગાવી હતી. વાંસકૂઈ સણવલ્લા રોડ ૯.૪૦ રિમી ૧૩૦૦ લાખ રૂપિયા, મહુવા અનાવલ રોડ ૧૩.૯૬ કિમી ૧પ૦૦ લાખ રૂપિયામાં, મહુવા- બારડોલી રોડ ૧૦.૪૦ કિમી ૧પ૦૦ લાખ, સુરખાઈ અનાવલ ભીનાર રોડ ૧૭.૪૦ કિમી ૧૮૦૦ લાખ રૂપિયામાં અને સુરત મહુવા અનાવલ રોડ લો-લેવલ પુલ ૬પ૦ લાખ રૂપિયા મળી કુલે ૬૭પ૦ લાખ રૂપિયાના માર્ગો મંજૂર કરાતા જનતામાં ખુશીની લહેર ફેલાઈ છે.