• Gujarati News
  • બીલીમોરાની સ્કૂલનો યોજાયેલ વાર્ષિ‌ક સમારોહ

બીલીમોરાની સ્કૂલનો યોજાયેલ વાર્ષિ‌ક સમારોહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : ફ્રેન્ડસ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત બ્રાઈટ સ્ટાર ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિ‌ક સમારોહમાં ટ્રસ્ટ પ્રમુખ પ્રા. બી.એચ. પટેલ શાબ્દિક આવકાર સાથે શાળાની વાતો કરી હતી. શાળાના આચાર્ય રાજેશ પવારે શાળા અંગે જણાવ્યું કે કોઈની પાસેથી એકપણ રૂપિયો ડોનેશન લીધા વગર આ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેને કારણે સામાન્ય ઘરના બાળકો પણ પ્રવેશ લઈ સારુ ભણતર લઈ રહ્યા છે. શાળાના સુપરવાઈઝર જુહી દેસાઈએ શાળામાં શિક્ષણ અંગેની વાતો કરી હતી. આ પ્રસંગે બીલીમોરા ચરોતર પાટીદાર સમાજ પ્રમુખ મિલનભાઈ પટેલે પ્રાસંગિક વાતો કરી હતી. બીલીમોરા રોટરી કલબના ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ કંસારા અને ઉદ્યોગપતિ સામાજિક કાર્યકર નરેશભાઈ નેમાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળાની પ્રશંસા કરી હતી.