• Gujarati News
  • અંભેટામાં શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

અંભેટામાં શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા ગણદેવી તાલુકાની અંભેટા પ્રાથમિક શાળાના ધો.૮નાં વિદ્યાર્થીઓ માટે બીલીમોરાની સપ્તકલા સંસ્થાના ઉપક્રમે યોજાયેલ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કૃપેક્ષા કૌશિકભાઈ પટેલ, દ્વિતીય ક્રમે તસનીમ અહમદ રાવત તથા તૃતીય ક્રમે સોનમ અકબરખાં પઠાણ વિજેતા જાહેર થયા હતા. સપ્તકલાના પ્રમુખ ડો.મોહનભાઈ પટેલનું શાળાના આચાર્યા હર્ષવી પટેલે સ્વાગત કર્યું હતું. ડો.પટેલે શીઘ્ર વકતૃત્વનું મહત્વ સમજાવ્યું હતું. વિજેતાઓને દિવ્યભાસ્કરના ગોહરબાગના એજન્ટ જતીન વ્યાસ તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા.