• Gujarati News
  • બીલીમોરામાં પાંચાલ સમૂહલગ્નોત્સવ યોજાયો

બીલીમોરામાં પાંચાલ સમૂહલગ્નોત્સવ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરા પાંચાલ સેવા સમાજનો ૩૬મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.
સમાજના પ્રમુખ પ્રકાશચંદ્ર દલપતરામ પાંચાલે શાબ્દિક આવકાર આપી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી. સમાજના મેનેજિંગ ટ્રસ્ટી નાનુભાઈ મિસ્ત્રીએ સમાજની પ્રવૃત્તિઓની માહિ‌તી આપી હતી. હિ‌તેન્દ્રભાઈ રહેંટવાલા અને સહિ‌યરની બહેનોના સંયુક્ત પ્રયાસથી ઘરવપરાશની પપ જેટલી વસ્તુઓ અને રોકડ કવર મળી કન્યાદાન આપવામાં આવ્યું હતું.
અતુલથી પધારેલા દાન દાતા રાજુભાઈ ગુણવંતભાઈ મિસ્ત્રી તથા તેમના પરિવારજનો તરફથી રૂ.પ,પ૧,૦૦૦નું એક રૂમ માટે દાન અપાયું હતું. ટ્રસ્ટી છગનભાઈ નરસિંહદાસ વાડીયા તરફથી રૂ.પ૧ હજાર તથા ઉમરગામના મોહનભાઈ ભગવાનજી મિસ્ત્રી તરફથી રૂ.પ૧ હજારનું દાન આપવામાં આવ્યું હતું.