• Gujarati News
  • ૧૩મી માર્ચે ડાંગ દરબારનો રાજયપાલના હસ્તે પ્રારંભ

૧૩મી માર્ચે ડાંગ દરબારનો રાજયપાલના હસ્તે પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગ જિલ્લાની ભાતિગળ સંસ્કતિના પ્રતિકરૂપ એટલે ડાંગ દરબાર- પ્રતિ વર્ષની જેમ હોળી તહેવાર સમીપે આગામી ૧૩મી માર્ચ -૨૦૧૪થી ૧પમી માર્ચ-૨૦૧૪ સુધી ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાંગ દરબારનું તા.૧૩/૩/૨૦૧૪ના રોજ સવારે ૧૧ કલાકે રંગ ઉપવન ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે રાજયપાલ ડો. કમલા બેનીવાલના હસ્તે પ્રારંભ થશે. ડાંગી રાજવીઓને પોલિટિકલ પેન્શનનું વિતરણ થશે અને વનવિભાગ દ્વારા વન સંપત્તિ અને સુરક્ષા તથા જાળવણી માટે સહયોગ આપનાર વ્યકિતઓને ઇનામ અપાશે. આ ડાંગ દરબારના પ્રારંભ પૂર્વે તા. ૧૩/૩/૨૦૧૪ના રોજ સવારે ૧૦ કલાકે કલેકટર કચેરી આહવા ખાતેથી રંગઉપવન આહવા સુધી ડાંગ જિલ્લાની લોક કલા સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગી નૃત્ય સાથે ડાંગી રાજવીઓની શોભાયાત્રા નીકળશે.