• Gujarati News
  • ખેરગામના બંધ ઘરમાં તસ્કરો પ્રવેશ્યા

ખેરગામના બંધ ઘરમાં તસ્કરો પ્રવેશ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોને કંઇ હાથ ન લાગતા પૂજામાં મૂકેલા હજાર રૂપિયા લઇ ગયા
ભાસ્કર ન્યૂઝ. ગણદેવી
ગણદેવી તાલુકામાં ખેરગામ નિશાળ ફળિયામાં રહેતા પાંચગાળાવાળા ૬૧ વર્ષના નરેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પટેલના બંધ ઘરના પ્રવેશદ્વારના મજાગરો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ત્રણ કબાટોના પણ તાળા તોડી રફેદફે કરી ફંગોળી જોયું પરંતુ ચોરોને કંઈપણ હાથ ન લાગતા પૂજામાં મુકેલા હજારેક રૂપિયા લઈ ચોર વિલે મોંએ ચાલી ગયા હતા. હાલમાં મહિ‌ના પહેલા જ ડાહ્યાભાઈ પટેલ પરિવાર બીલીમોરા સ્થિત શ્રીજીબાગ સોસાયટીમાં તથા મકાનમાં રહેવા ગયો અને ઘરની રોકડ દરદાગીના, જણસ બધું બેંક લોકરમાં મૂકી દીધું હોવાથી ચોરને એકપણ વસ્તુ હાથ ન લાગતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો હતો.
ગણદેવી તાલુકાના ખેરગામ ગામે નરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલના બંધ ઘરના મજાગરા તોડી રાત્રે ૧૧થી ત્રણના ગાળામાં ઘરમાં પ્રવેશ્યા હતા. ત્રણ સ્ટીલના કબાટોના તાળા, લોકરો તોડી ફંગોળી રફેદફે કર્યા છતાં કોઈ હાથ ન લાગ્યું હોવાથી પરત ચાલી ગયા હતા. ગામના સરપંચ હેમંતભાઈ ભંડારી અને ગ્રામપંચાયત સભ્ય રાજેશભાઈ કાલીદાસે જણાવ્યું કે, ખેરગામ, વડસાંગળ, દુવાડા વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હોય તેવો આ સૌપ્રથમ બનાવ છે. ગણદેવી વીજ કંપનીમાં નોકરી કરતા યુવાન અંકુરભાઈ પટેલે જણાવ્યું કે તેઓ અગિયાર વાગ્યા સુધી જાગતા હોવાથી આ રાત્રે અગિયાર પછીનો જ બનાવ હોવો જોઈએ.