• Gujarati News
  • ગણદેવીમાં ગુરૂગીતા કથામૃત યોજાઈ

ગણદેવીમાં ગુરૂગીતા કથામૃત યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી શ્રીમદ્ ગુરૂગીતા કથામૃતનું ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગણદેવી કોળી પટેલ સમાજની વાડીમાં આયોજન કરાયું હતું. શ્રીમદ્ ગુરૂગીતા કથામાં સદ્ગુરૂ અને શિષ્યનો સંબંધ ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કથામાં જ્ઞાન ગંગા સંગીતમય શૈલીમાં પ્રજ્ઞાગીતોની સુંદર રીતે રજૂઆત કરી ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. ૧૧ કુંડી ગાયત્રી યજ્ઞમાં યજ્ઞનું મહત્વ સમજાવીને યજ્ઞ સંપન્ન કર્યો હતો. આ કથા દરમિયાન ગાયત્રી પ્રજ્ઞાપીઠ ઉપર ગાયત્રી સાહિ‌ત્ય સ્ટોલનું બાંધકામ માટે સ્વ.લીલાબેન હરકિશનદાસ રાણાએ રૂ.પ૧,૧૧૧નું દાન ગાયત્રી પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ગાંડાભાઈ મોરારભાઈ પટેલને અર્પણ કર્યું હતું.