• Gujarati News
  • નોગામાની યુવતી ઘરેથી ચાલી ગયાની ફરિયાદ

નોગામાની યુવતી ઘરેથી ચાલી ગયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ચીખલી તાલુકાના નોગામા ગામની ૧૯ વર્ષીય યુવતી ઘરેથી કંઈપણ કહ્યા વિના રાત્રિના સમયે નીકળી જતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
પોલીસ મથકે ચીમનભાઈ સોલંકી ((ઉ.વ. પ૧, નોગામા, ભૂરી ફળિયા))એ નોંધાવેલ ફરિયાદની વિગત એવી છે કે તેઓ ૯મી માર્ચના રોજ નવસારી એસટી ડેપોમાં ડ્રાઈવરની નોકરી કરતા હોય ત્યાં ગયા હતા. આ દરમિયાન રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં તેમના ત્રણ સંતાનો પૈકી નાની દીકરી ભૂમિકા ચીમન સોલંકી ((ઉ.વ. ૧૯)) ઘરે કોઈને પણ કહ્યા વિના નીકળી ગયેલ સરા સંબંધીને ત્યાં શોધખોળ કરતા મળેલ નહીં. બાદમાં કોઈના મોબાઈલ ફોન આવ્યો હતો. ફોન નંબર પર સંપર્ક કરતા સરાથી બોલુ છું એમ કહીં મુકી દીધો હતો. તે સરા ગામના યુવાન સાથે ચાલી ગઇ હોવાનું માનવું છે એમ ફરિયાદમાં જણાવ્યું છે.