તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચીખલી ખેરગામ પંથકમાં મહાશિવરાત્રીની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી-ખેરગામ પંથકમાં મહાશિવરાત્રીની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચીખલી પંથકના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમ: શિવાયના નાદથી ગૂંજી ઉઠયા હતા.
દેવાધિદેવ મહાદેવજીની પુજા-અર્ચનાના મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મજીગામ સ્થિત પૌરાણિક સ્વયંભૂ મલ્લિકાજૂર્‍ન મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. જ્યાં યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત મલ્લિકાજૂર્‍ન યુવક મંડળ દ્વારા ભક્તો માટે ચાની વ્યવસ્થા કરાઈ હતી. રાત્રે ભજનિક સર્વોદય પટેલના ડાયરાના આયોજન સાથે પુજારી મંડળ દ્વારા ઘીમા કમળનું પણ આયોજન
કરાયું હતું.
આ ઉપરાંત ચીખલીના મલ્હારેશ્વર મહાદેવ, ખૂંધમાં સિદ્ધનાથ મહાદેવ, થાલામાં રામેશ્વર મહાદેવ, કુકેરીમાં ભૂવનેશ્વર મહાદેવ, તલાવચોરામાં ભીમનાથ મહાદેવ, યોગેશ્વર મહાદેવ સહિ‌તના શિવાલયોમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી શિવલિંગને દૂધ, પાણી, ફૂલ, બીલીપત્રો ચઢાવી પુજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવાલયો શિવાજી ભગવાનની આરતી, હર હર મહાદેવ, ઓમ નમ: શિવાયના નાદથી ગૂંજી ઉઠયા હતા. ઠેર ઠેર અનેકવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા. ગોરગામના ટીમલી ફળિયા સ્થિત ત્રિદેવ ધામમાં પણ વહેલી સવારથી જ ભૂતેશ્વર મહાદેવજીના દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ત્રિદેવધામમાં ભજનિક બાબુભાઈ સહિ‌ત ત્રિવેદધામ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ખેરગામ નજીકના નાંધઈ-ભૈરવી સ્થિત ઔરંગા નદીના તટે બિરાજમાન સમગ્ર પંથકમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર સમાન ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે પણ વર્ષોની પરંપરા મુજબ ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થતા મેળાની મજા માણવા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ગુપ્તેશ્વર મહાદેવજીની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો