તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોલીસ ઉપર હુમલાના ચાર આરોપી પણ પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ઉપર હુમલાના ચાર આરોપી પણ પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ચીખલી નજીક થાલા ગામની હદમાં ને.હા.નં. ૮ પર નીલગંગા પેટ્રોલપંપ પાસે સોમવારની રાત્રે બે વાહન અથડાતા ધમાલ મચાવતા વાહનચાલકોને છોડાવવા ગયેલા પોલીસકર્મી પર અને હોમગા‌ર્ડ‌ને સુરતના સાત વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓ પોલીસને માર મારી ભાગી જતા આ બાબતની ફરિયાદ ચીખલી પોલીસ મથકમાં નોંધાઇ હતી. ભાગેડુ જાહેર કરવામાં આવેલા ચારે આરોપીને પોલીસે આજે ઝડપી પાડી પોલીસ પાંજરે પુરતા ધમાલ મચાવનારાઓમાં સન્નાટો મચી જવા પામ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ચીખલી નજીક ને.હા.નં. ૮ પર થાલા ગામના પેટ્રોલપંપ પર સુરતના નબીરાઓની કાર ટવેરા સાથે અથડાતા બખેડો થયો હતો. સુરતના બે કારમાં સવાર નબીરાઓએ પેટ્રોલપંપના કાચ, દરવાજો પથ્થર મારી તોડી નાંખી ઘટનાસ્થળે આવેલા પોલીસકર્મીઓ અને હોમગા‌ર્ડ‌ને લાકડી વડે માર મારતા મામલો બિચક્યો હતો. જે તે સમયે પોલીસે ત્રણ નબીરાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને ચાર વ્યક્તિઓ ભાગી જવામાં સફળ થયા હતા. જેમના વિરૂદ્ધમાં ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભાગેડુ જાહેર થયેલા ચાર સુરતીલાલાઓમાં મયુર રમેશભાઈ શાહ ((રહે. એ-૨૨૦૨ શાંતિભવન એપા‌ર્ટમેન્ટ, રાંદેર રોડ, ન્યુ કોલેજ પાછળ, સુરત)), વિરલ સુરેશ શાહ ((રહે. દીવી ૩૦૩ સહયોગ પાર્ક સર્કલ, અમરોલી, સુરત)), કલ્પેશ ઉર્ફે જીગર અશ્વિન શાહ ((રહે. ૩૦૧ દત એપા‌ર્ટમેન્ટ, રાંદેર રોડ, અડાજણ, સુરત)) તેમજ મયુર અરવિંદ શાહ ((રહે. પારસમણી એપા‌ર્ટમેન્ટ, તાડવાડી ફળિયા, રાંદેર રોડ, સુરત))ની ચીખલી પોલીસે આજે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા ધમાલ મચાવનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો