તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીલીમોરામાં ગટરના કામના પ્રારંભે મહિ‌લાઓનો બળાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં ગટરના કામના પ્રારંભે મહિ‌લાઓનો બળાપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરાની ભૂગર્ભ ગટર યોજનામાં ભાગ-૧ના રૂ.૨૬.૩૩ કરોડના ખર્ચે થનાર છે. જેનો પ્રારંભ પાલિકા પ્રમુખ સંધ્યાબેન પટેલ, ઉપપ્રમુખ યતીન મિસ્ત્રી, પ્રજ્ઞેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ વગેરેની હાજરીમાં થયો હતો. આ મહાનુભાવો સ્થળ ઉપર આવ્યા ત્યારે આ વિસ્તારની મહિ‌લાઓ ફરી વળી હતી અને જણાવ્યું હતું કે અમારા વિસ્તારના કામો થતા નથી. આ ગટરનું કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂર્ણ થશે. આમ થોડો સમય તો આ મહાનુભાવોને પરસેવો પડી ગયો હતો. તેમણે કોન્ટ્રાક્ટરને પૂછીને જણાવ્યું કે હોળી બાદ કામ ઝડપથી ચાલુ કરનાર હોવાનું જણાવ્યું હતું.
બીલીમોરા નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજનામાં વંચિત વિસ્તારોમાં અંદાજે રૂ.૨૬.૩૩ કરોડના ભાગ-૧ના કામોની યોજના અને રૂ.૯.૧૮ એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ સાથે કુલ રૂ.૩૭.૯૪ કરોડની યોજના છે. બે વર્ષની મરામત અને નિભાવણી સાથે બે વર્ષમાં પૂર્ણ કરવાની છે. આ યોજના હેઠળ ૨૪૯પ ઘરના કનેકશનો અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો