તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એક્સપ્રેસ હાઈવેની પર્યાવરણીય ૃચ્ ’સુનાવણીમાં ખેડૂતો વિરોધ નોંધાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્રેસ હાઈવેની પર્યાવરણીય ૃચ્/’સુનાવણીમાં ખેડૂતો વિરોધ નોંધાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
અમદાવાદ-મુંબઇ એકસપ્રેસ હાઇવે બનાવવામાં આવે તો ચીખલી તાલુકાના ખેડૂતોને માઠી અસર થાય તેમ છે. આ સૂચિત એક્સપ્રેસ હાઇવે બને તો ખેડૂતોને આજીવિકા રળી આપતી મૂલ્યવાન જમીન ગુમાવવાનો વારો આવે તેમ છે. આ સૂચિત એક્સપ્રેસ હાઇવે બનાવવા અંગે ૨૮મી ફેબ્રુઆરીના રોજ પર્યાવરણ બ્લોક સુનાવણી હાથ ધરાશે.આ સુનાવણીમાં ખેડૂતો આ સૂચિત એક્સપ્રેસ હાઇવેનો વિરોધ નોંધાવશે.
૨૮મી ફેબ્રુઆરીના રોજ ચીખલી તાલુકાના આલીપોર ગામે સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે પર્યાવરણીય બ્લોક સુનાવણી હાથ ધરવામાં આવી છે. જે પૂર્વે ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઈઆઈએ રિપો‌ર્ટની જે નકલ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે તે અવાચ્ય, હલકી કક્ષાની અને ગેરમાર્ગે દોરનારી છે. ૨૦૦૧ના ૧૪ વર્ષ જૂના સરકારી આંકડાઓ પર આધાીરત આ રિપો‌ર્ટ ૨૦૧૪માં લાગુ કરી શકાય નહીં. રાજ્યની વડી અદાલતના ચુકાદા પ્રમાણે જળાશય કે તળાવોને પુરી શકાય નહીં છતાં આ પ્રોજેક્ટમાં સંખ્યાબંધ જગ્યાએ તળાવો પરથી સુચિત વે પસાર થનાર છે.
આ પ્રોજેક્ટના માર્ગમાં આવતા ગૌચરો કે સરકારી પડતર જમીનો પર પશુધન નભે છે તે ઘટવાથી પશુપાલકોની આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવશે. આ રિપો‌ર્ટમાં ૮૦૦ મિ.મિ. જેટલો વરસાદ વલસાડમાં પડે છે. જે સંદતર ખોટા આંકડા છે. આ રિપો‌ર્ટ મુજબ હાઈવેના બાંધકામમાં જોઈતી રેતી, કપચી, માટી વગેરે ખનીજોના ખનનથી ગામો પણ થનારી વિપરીત અસરો વિશે જણાવેલ નથી સહિ‌ત વિવિધ કારણો જણાવી આ એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ પડતો મૂકવાની માગ કરી છે. હાઈવે વડોદરા-મુંબઈ જે ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે. જ્યારે વરસાદી પાણી પૂર્વથી પ‌શ્ચિ‌મ વહે છે.
આમ પાણીના માર્ગમાં એક્સપ્રેસ વે આડબંધનું કામ કરશે. જેના કારણે કયા કયા વિસ્તારમાં પાણીનો ભરાવો થશે તેની વિગતો ગેરમાર્ગે દોરનારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો