તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડાંગમાં વરસાદથી બે ઘરને નુકશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં વરસાદથી બે ઘરને નુકશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગ જિલ્લામાં સોમવારે ગાજવીજ તેમજ બરફ્ના કરા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદમાં ડાંગના પૂર્વપટ્ટીના વિસ્તારમાં આવેલા કોટબા ગામે બે ઘર ધરાશાયી થયા હતા.આ અંગે સ્થાનિક વહીવટી તંત્રએ જાત નિરિક્ષણ કરી નુકસાનીનો તાગ મેળવી જિલ્લા વહીવટી તંત્રને અહેવાલ સુપરત કર્યો છે.
ડાંગ જિલ્લામાં સોમવાર સવારથીજ પ્રથમ ઠંડક નું પ્રમાણ ઓછું થયા બાદ ડાંગ જિલ્લાના વડા મથક આહવા,વઘઈ,સાપુતારા સહિ‌ત અન્ય વિસ્તારોમાં જોરદાર સુસવાટા સાથે પવન ફ્ુંકાયા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને બરફ્ના કરા સાથે કમોસમી વરસાદ તુટી પડયો હતો. જેમાં કોટબા ગામે મલારભાઇ આનંદભાઇ ગાવિત તેમજ વિકિભાઇ ભરતભાઇ ભોયેના ઘરો વાવાઝોડામાં ઘર ઉપરના પતરા તેમજ તેના ઉપરના દાંડાઓ પવનમાં ઉડી ગયાના અહેવાલો પણ જાંણવા મળ્યા હતા. તેની સાથે સાથે આહવા-નવાપુર માર્ગો ઉપર પણ જયાં ત્યાં વૃક્ષો તૂટી પડયા હતા.
આ વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદના થયેલ નુકશાનીની જાંણ માજી.ડાંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઇ ભોયે એ સ્થાનિક તાલુકા વહીવટી તંત્રનું ધ્યાન દોરાવતા આજે મંગળવારે ડાંગ તાલુકા પંચાયતના સ્ટાફ્ કોટબા ગામે ખબર મળતાંજ પહોંચી જઇ જાત નિરિક્ષણ કરી થયેલી નુકશાનીનો અહેવાલ ડાંગ જિલ્લાના સબંધિત વહીવટી તંત્રને સુપરત કર્યા હોવાનું પણ જાંણવા મળેલ છે. આજે પણ સમગ્ર ડાંગમાં વાદળછાંયુ હતુ અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ડાંગના કોઇ વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હોવાના અહેવાલો જાંણવા મળ્યા ન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો