તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લેન્ડ ડેવલપ બેંકની ગણદેવી શાખાની ચૂંટણી યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ડેવલપ બેંકની ગણદેવી શાખાની ચૂંટણી યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો
ભાસ્કર ન્યૂઝ. ગણદેવી
ગણદેવીમાં આવેલી ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (( લેન્ડ ડેવલપ બેંક)) ની મંગળવારના રોજ ચૂંટણી યોજાઇ હતી.
ગુજરાત સ્ટેટ કો.ઓ.એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.ની ગણદેવી શાખાની સભ્ય માટેની ત્રણ બેઠકો માટે તેમજ જિલ્લા પ્રતિનિધિ માટેની ખાલી એક જગ્યા માટે આજરોજ મંગળવારે યોજાયેલા મતદાનમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે મોરલીના મોહનભાઈ કીકાભાઈ પટેલનો સતત પાંચમી ટર્મ માટે અને શાખા સમિતિના સભ્ય તરીકે ગણદેવીના કિશોરભાઈ ટી. પટેલ, પાથરીના ભુપેન્દ્ર જગુભાઈ પટેલ અને કેસલીના મનુભાઈ બાબરભાઈ પટેલનો વિજય થયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ટી. પટેલ, પ્રદેશ મંત્રી જ્યોતિબેન દેસાઈ સહિ‌ત અનેકોએ આ વિજયને વધાવી લીધો હતો.
મંગળવારે મતદાન બાદ તુરંત જ ગણદેવી સરદાર ભવન ખાતે યોજાયેલી મત ગણતરીમાં પ્રતિનિધિ માટે મોહનભાઈ કીકાભાઈ પટેલને ૨૬૧ મતો મળ્યા હતા. એની સામે શિરીષભાઈ રમણભાઈ પટેલને ૧૨પ મતો મળ્યા હતા. જ્યારે શાખા સમિતિ સભ્ય તરીકે પાથરીના ભૂતપભાઈ જગુભાઈ પટેલજે ૨પ૭ મતો મળ્યા હતા. ગણદેવીના કિશોરભાઈ ટી. પટેલને ૨પ૧, કેસલીના મનુભાઈ બાબરભાઈ પટેલને ૨૪૮ મતો, સુમનભાઈ ધીરૂભાઈ નાયકને ૧૨૧ મતો, ઉંડાચ લુહાર ફળિયાના નગીનભાઈ રણછોડભાઈ પટેલને ૧૦૯ અને અશોકભાઈ બલ્લુભાઈ પટેલને ૧૧૦ મતો મળ્યા હતા. કુલ ૪૦૮ મતોનું મતદાન થયું હતું. ૧પપ૯ મતદારો નોંધાયેલા હતા. આ ચૂંટણી કોંગ્રેસ-ભાજપનો મુકાબલો બની ગઈ હોવાથી અને ચારે બેઠકો કોંગ્રેસે જીતી હોવાથી કોંગ્રેસ પ્રતિનિધિઓએ વિજય સભા યોજી પરિણામને વધાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો