તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એસબીઆઈ દેવસર બ્રાંચમાં એક જ કાઉન્ટરથી મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસબીઆઈ દેવસર બ્રાંચમાં એક જ કાઉન્ટરથી મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ત્રણ કાઉન્ટર હતા, ધીમે ધીમે બે કાઉન્ટર બંધ કરી દેવાયા
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરા સરદાર માર્કેટ પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેવસર બ્રાંચમાં પૈસાની લેવડ-દેવડ માટે પ્રારંભમાં ત્રણ કાઉન્ટરો હતા જે ધીમે ધીમે બે બંધ કરી દીધા અને હવે એક જ કાઉન્ટર ચાલુ રાખેલ છે. જેનાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જે કામ પાંચ કે દસ મિનિટમાં થઈ જાય તેના બદલે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેવસર માર્કેટ બ્રાંચનો પ્રારંભ થયો ત્યારથી સરદાર માર્કેટનો સવારથી ધંધો ચાલતો હોવાથી બેંકનું કામકાજ પણ સવારે નવ વાગ્યાથી ચાલતું હોવાથી લોકોને ખૂબ જ અનુકૂળ રહે છે. જેના કારણે માર્કેટમાં શાકભાજી વેચતી બહેનો તથા નાના વેપારીઓ આ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. તેમજ માર્કેટના વેપારીઓ નાના મોટા એફ.ડી. પણ કરાવી છે.
આમ થોડા જ વખતમાં બેંક ધમધમતી થઈ ગઈ. અહીં લોકોના કામ ખૂબ સરળતાથી થતા હતા. પૈસાની લેવડ દેવડ માટે છેલ્લા કેટલાક સમયથી બીજું કાઉન્ટર બંધ કરી દઈ ત્યાર પછી હાલમાં એક જ કાઉન્ટર ઉપરથી વહેવાર ચલાવી રહ્યા છે. જે અંગે લોકોને મહિ‌લાઓ, સિનિયર સિટીઝનોને મુશ્કેલી પડે છે. પરંતુ બેંક મેનેજર કે અધિકારીઓએ સ્ટાફ ઓછો હોવાનું ગીત ગાઈ રહ્યા છે. એક સમયે ખૂબ જ સારી કામગીરી કરતી બેંકમાં લોકોને કામકાજ માટે લાંબો સમય સુધી ઉભા રહેવું પડતું હોવાથી બેંકમાં આવતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો