તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રા. શાળાના મહત્તમ વિદ્યાર્થીના દાંત ખરાબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા. શાળાના મહત્તમ વિદ્યાર્થીના દાંત ખરાબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગણદેવી
સર્વોદય સેવા મંડળ વડસાંગળ અને ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ તરફથી વડસાંગળ પ્રા.શાળાના વિદ્યાર્થીઓ માટે દંત ચિકિત્સા શિબિર યોજવામાં આવ્યો હતો.
ડો. સમીર પટેલ, ડો. સ્નેહલ નાયક, ડો. રીતવી દેસાઈ અને ડો. નફીસા પઠાણ તરફથી માનદ સેવા સાંપડી હતી. ગામડાના છોકરાઓની ઓરલ હાઈજીનને લક્ષ્યમાં રાખી એમની જનજાગૃતિ માટે આ દંત ચિકિત્સા શિબિર યોજાયો હતો અને એના પરિણામો ખરેખર ચોંકાવનારા છે.
આ શિબિરમાં કુલ ૨૨૧ વિદ્યાર્થીઓને તપાસમાં આવ્યા હતા. એમના પૈકી ૧૯૨ વિદ્યાર્થીઓ (( ૮૬.૨ ટકા )) દાંતની વિવિધ બિમારીથી પિડાય છે. દસથી બાર વર્ષના ત્રણ છોકરાઓ અત્યારથી જ ગુટકા અને તંબાકુ ખાવાની કુટેવમાં પડયા છે. આ માટે વાલીઓ અને આપણા સમાજે જનજાગૃતિ માટે જરૂર નક્કર પગલાં લેવા જરૂરી છે. દંત ચિકિત્સા શિબિરમાં તપાસેલા વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓ ઘણાં જ એનેમીક હતા, બે વિદ્યાર્થિ‌નીઓ લાંબા સમયથી પેટના દુ:ખાવાથી પિડાતી હતી અને ઘણાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ આહાર મળતો નહોતો.
સર્વોદય સેવા મંડળ વડસાંગળ અને ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ આ બધા પિડાતા વિદ્યાર્થીઓની સારવાર માટે વ્યવસ્થા કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો