• Gujarati News
  • ડુંગરડામાં રાજ્યપાલના હસ્તે બેંકિંગ સેવા શરૂ

ડુંગરડામાં રાજ્યપાલના હસ્તે બેંકિંગ સેવા શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગ જિલ્લામાં બે દિવસના પ્રવાસે આવેલ રાજયના રાજયપાલ ડો.કમલાજી બેનીવાલે ઉંડાણ વિસ્તારમાં આવેલ ગામોની મુલાકાત દરમિયાન જિલ્લાના વિકાસ માટે અમલમાં મુકવામાં આવેલ આદિજાતિ કલ્યાણ યોજનાઓની પ્રગતિની જાણકારી મેળવી હતી. ડુંગરડા ગામે બેંક ઓફ બરોડાના સહયોગથી ગ્રામપંચાયતોમાં જ બેંકીગની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્યપાલના હસ્તે ગ્રામ પંચાયતોમાં બેંકીગ સેવાનો પ્રારંભ કરાયો હતો.
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વી.સી.ઈ. ની નિમણૂંક કરીને ગ્રામજનો માટે બેંકીગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૬ ગ્રામપંચાયતોને આવરી લઇ તેમાં બેંકીગ સેવા શરૂ કરાતા પ૨ જેટલા ગામોને આ બેંકીગ સેવાનો
લાભ મળશે.
ડુંગરડા ગામે આદિમજૂથના લોકોને મળીને જિલ્લાના ટ્રાઈબલ સબ-પ્લાન કચેરીના સહયોગથી યોજનાકીય સહાય મેળવી આર્થિ‌ક સદ્ધરતાના માર્ગે વળવા જણાવ્યું હતું. સાપુતારા ખાતે કેમ્પફાયર અને ડાંગના પારંપારિક નૃત્યો કહાડિયા,પાવરી,ભવાડા જેવા સાંસ્કતિક કાર્યક્રમો માણ્યા હતા.