તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચીખલીના બામણવેલ પાટિયા પાસે દારૂ ભરેલી કાર પલટી, એકનું મોત

ચીખલીના બામણવેલ પાટિયા પાસે દારૂ ભરેલી કાર પલટી, એકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર આલીપોર ગામની સીમમાં બામણવેલ પાટીયા પાસે દારૂ ભરેલ મારૂતિ કાર પલટી જતા એકનુ મોત નિપજ્યું હતું. પોલીસે દારૂ અને અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બુધવારે વહેલી સવારે ચીખલી-વાંસદા માર્ગ પર આલીપોર ગામની સીમમાં બામણવેલ પાટીયા પાસે નંબર વિનાની એસએક્સ-૪ મારૂતિ કાર પલટી ખાઈ જતા કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. આ કારમાં ભરેલ બિયર-વ્હિસ્કીની બોટલો પણ ફૂટી ગઇ હતી. જ્યારે વિવેક ઉર્ફે વિકી પટેલ ((રહે. રેંટલાવ તળાવ ફળિયા, તા. પારડી, જિ. વલસાડ)) તથા નિલેશ પટેલ ((રહે. દલવાડા પ્રકાશ ફળિયા, દમણ))ને ઈજા થતા બંનેને સારવાર અર્થે આલીપોર ખસેડાયા હતા. પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી બિયર-વ્હિસ્કીની ૪૩૩ નંગ બોટલ કિંમત રૂ. ૨પ,૩૦૦ તથા એક લાખની કાર મળી કુલ રૂ. ૧,૨પ,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઈજાગ્રસ્ત નિલેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ફરિયાદના આધારે પોલીસે કાર ((નં. જીજે-૧પ-પીપી-૧૩૬૦))ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.