તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આરક સિસોદરા નજીકથી બે લાખનો દારૂ ઝડપાયો

આરક સિસોદરા નજીકથી બે લાખનો દારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મરોલી
વેસ્મા ને.હા.નં. ૮ ઉપરથી પસાર થતી એક કાર ગુજરાત સ્ટેટની બહારના નંબરવાળી પોલીસને નજરે જોવા મળતા શકના આધારે તેનો પીછો કરતા કારને છોડી તેમાં સફર કરતા બે ઈસમો પલાયન થઈ ગયા હતા. કારની જડતી લેતા પોલીસે અંદાજે બે લાખ રૂપિયાનો પરપ્રાંતીય દારૂનો જથ્થો કાર સહિ‌ત ઝબ્બે કર્યો હતો. વેસ્મા નજીક મારૂતિ એસએકસ-૪ કાર ((નં. ડીએન-૦૯-ઈ-૨૭૩૮))નો ચાલક પોલીસને જોઈને કારને ત્યજી દઈ બે ઈસમો ચકમો આપીને પલાયન થઈ જવામાં સફળ થયા હતા. વેસ્મા ઓપીના એચસી અરવિંદ ચૌધરી, પુનાભાઈ અરવિંદ શ્યામરાવ અને ગોધા દિનેશ રાત્રિ પેટ્રોલિગમાં હતા ત્યારે સદર કારનો પીછો કરતા ડ્રાઈવર સહિ‌ત સફર કરતો એક ઈસમ ભાગી છૂટયા હતા. પોલીસે કારનો કબજો લઈ તેમાં ભરેલો દારૂનો જથ્થો નાની મોટી ૧૯૧૪ જેટલી બોટલો વ્હિસ્કી-બીયરની કિંમત રૂ. ૧,૯૯,૨૦૦ જેટલી મુદ્દામાલ સહિ‌તની કબજે કરી લીધી હતી.