તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • થાલામાં હા‌ર્ડ‌વેરની દુકાનમાં ચોરી

થાલામાં હા‌ર્ડ‌વેરની દુકાનમાં ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
થાલામાં ગુરૂવારની રાત્રે મુખ્ય માર્ગને અડીને આવેલા ત્રણ જેટલી દુકાનોમાં ચોરટાઓએ કસબ અજમાવી હા‌ર્ડ‌વેરની એક દુકાનમાંથી રૂ. ૨૩,૧પ૪નો સામાન ચોરી જવામાં સફળ થયા છે. આ બનાવની જાણ ચીખલી પોલીસને થતા ચીખલીના પીઆઈ કે.કે. દેસાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચીખલી નજીક આવેલા થાલા ગામે ચીખલી-વાંસદા મુખ્ય માર્ગને અડીને આવેલા પરેશ હા‌ર્ડ‌વેર નામની દુકાનમાં મકાનના છતનું પતરુ ખોલીને ચોરટાઓએ દુકાનમાં ઉતરી ગલ્લા તેમજ મંદિરનું ખાનુ તોડી રૂ. ૨૧,૧પ૪ રોકડા તેમજ ચાંદીના ૩૦ ગ્રામના સિક્કા જેની કિંમત રૂ. ૧પ૦૦ મળી કુલ રૂ. ૨૩,૬પ૪ની ચીજવસ્તુ ચોરી જવામાં સફળ થયા છે તેમજ બાજુમાં આવેલી ગારમેન્ટ તથા મોબાઈલની દુકાનમાં પણ છત પરથી પ્રવેશવાનો ચોરટાઓએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ અંગેની ચોરીની ફરિયાદ ચીખલી પોલીસ મથકમાં પરેશભાઈ જયંતિલાલ મિસ્ત્રી ((રહે. સમરોલી, તા. ચીખલી))એ નોંધાવતા ચીખલીના પીઆઈ કે.કે. દેસાઈ તેમજ એએસઆઈ દોલતભાઈ સહિ‌તના સ્ટાફે ચોરીના સ્થળનું નિરીક્ષણ હાથ ધરી ડોગ સ્કવો‌ર્ડ‌ની મદદથી ચોરીની દિશામાં તપાસ હાથ ધરવામાં
આવી છે.